શિહોરી પો.સ્ટે.વિસ્તારના ખીમાણા ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શિહોરી પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-05 13:14:26
  • Views : 365
  • Modified Date : 2021-08-05 13:14:26

     પોલીસ મહાનિરિક્ષક  જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠા,પાલનપુરનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક  પી.એચ.ચૌધરી તથા સર્કલ પો.ઇન્સ. શિહોરી ચાર્જ ડિસાનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રોહી/જુગારની પ્રવૃત્તિઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના હોઇ જે અનુસંધાને એચ.એલ.જાેષી પો.સબ.ઇન્સ શિહોરી નાઓના સુચનાથી શિહોરી પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર લગત પેટ્રોલીગમાં હતા. દરમ્યાન ફરતા ફરતા ખીમાણા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા સાથેના કોન્સ. ભારમલભાઇ ભુતાભાઇ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખીમાણા ગામના પરામાં વાલ્મીકિ વાસના નાકામાં ખુલ્લામાં લીમડાના ઝાડ નીચે અમુક માણસો ભેગા થઇ ગંજી પાનાનો પૈસાથી હાર-જીતનો જુગાર રમી રમાડે છે. હકીકતના આધારે જગ્યાએ જુગારની પંચો સાથે રેઇડ કરતા કેટલાક ઇસમો ભેગા થઇ ગંજીપાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમતા હોઇ જેઓ પોલીસેને જાેઇ નાસવા જતા પોલીસના માણસોએ કોર્ડન કરી (૧) મનુજી સાદુળજી જાતે.વાઘેલા  તા.કાંકરેજ જી.બનાસકાંઠા (૨) રામાજી તખાજી જાતે.વાઘેલા તા.કાંકરેજ જી.બનાસકાંઠા (૩) ભગવાનસિંહ મનાજી જાતે.રાઠોડ તા.કાંકરેજ જી.બનાસકાંઠા (૪) લખમણજી મકનજી જાતે.પરમાર તા.કાંકરેજ જી.બનાસકાંઠા (૫) પ્રવીણભાઇ મણાભાઇ જાતે.વાલ્મીકિ તા.કાંકરેજ જી.બનાસકાંઠા (૬) વિનુભાઇ સોમાભાઇ જાતે.વાલ્મીકી  તા.કાંકરેજ જી. બનાસકાંઠાવાળાઓ જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો પૈસાથી જુગાર જુગાર રમતા ગંજીપાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ તથા કુલ રોકડ રકમ રૂ.૧૦,૮૫૦/- નો મુદામાલ ગે.કા.રીતે જાહેરમાં ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમી રમાડતાં પકડાઇ ગયેલ હોઇ તો તમામ ઇસમો વિરૂધ્ધ શિહોરી પો.સ્ટે. જુગાર ધારા કલમ ૧૨ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News