શેલા ગામ તથા આસપાસના વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 16:33:29
  • Views : 121
  • Modified Date : 2023-07-01 16:33:29

અમદાવાદમાં વરસાદ રોકાયાના ઘણાં કલાકો બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત જોવા મળી રહ્યુ છે. શેલા ગામ તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિનુ નિર્માણ થાય છે. શેલા ખાતે આવેલા સમત્વ બંગલોઝમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે 300થી પણ વધુ બંગ્લોઝના પરિવારો ચિંતાતુર બન્યા છે. સોસાયટીનો મુખ્ય પ્રવેશ દ્વારમાં જ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડોના ખર્ચે લીધેલા મકાનોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વરસેલા વરસાદને લઈને આ સોસાયટીમાં ભારે પાણી ભરાયા છે.

Download Our B K News Today App



Related News