અમીરગઢ પંથકમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:22:02
  • Views : 486
  • Modified Date : 2019-04-09 05:22:02

બનાસકાંઠામાં  ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે અને અમીરગઢ જેવા અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ભાજપને જીતાડવા હાકલ કરાઈ છે . બનાસકાંઠામાં આજથી ભાજપ ઉમેદવાર પરબત પટેલ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં  બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર એવા અમીરગઢ, ઇકબાલગઢ અને દાંતા સહિતના વિસ્તારોમાં લોક સંપર્ક કાર્યક્રમો કરી લોકોને સરકારી સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ભાજપે પાંચ વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ, યોજનાઓ અને ગરીબો લક્ષી જે કામો કર્યા છે તે લોકો સમક્ષ વર્ણવી, ભાજપના ઉમેદવાર પરબત પટેલ લોકોને બે હાથ જોડી ભાજપ અને નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે જંગી બહુમતી થી જીતાડવા માટે
અપીલ કરી રહ્યા છે અને તેઓ જીતશે તેમ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.


Download Our B K News Today App



Related News