મુંબઈથી શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ આવી, મહિલા મુસાફરે કહ્યું- મારા ટેસ્ટ કરાવી મુસાફરી કરી, પરંતુ ટ્રેનમાં કે અહીંયા કોઈ ચેકિંગ નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 16:37:30
  • Views : 378
  • Modified Date : 2021-03-24 16:37:30

    ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ગઈકાલે 1730 ઓવરટાઈમ હાઈ કેસ નોંધાયા છે. ત્યારે સરકારે મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરોને RTPCR ફરજિયાત કરી દીધો છે. ત્યારે મહારાષ્ટ્રથી આવતી શતાબ્દી એક્સપ્રેસમાં આવેલી મહિલા મુસારફે જણાવ્યું હતું કે, હું મારા માટે ટેસ્ટ કરાઈને આવી પણ કોઈએ ટ્રેનમાં બેસ્યા પછી કે અહીંયા આવ્યા પછી કોઈ ચેકિંગ કર્યું નથી. એટલે રાજ્યમાં સરકારે જાહેર કરેલો આદેશ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ટ્રેનમાં આવેલા 400 મુસાફરોમાંથી કોઈ કોરોના પોઝિટિવ હશે તો અમદાવાદ અને ગુજરાત માટે તે સુપરસ્પ્રેડર બની શકે છે.

    મુંબઈથી ટ્રેન મારફતે આવેલી મુસાફર નેહા સોંપાલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે પહેલા કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો હતો પછી ગુજરાતમાં ફરજિયાત કરવામાં આવ્યો પણ મેં અહીંયા જોયું તો કોઈ ચેકિંગ જ નથી. મેં તો કોરોના ટેસ્ટ કરાવેલો છે, જે મારી સાવચેતી માટે છે. પરંતુ ટ્રેનમાં બીજા ઘણા લોકો હતા કે જે ટેસ્ટ તો દૂર માસ્ક પણ ન હતું પહેર્યું, તો સરકારે નિયમો બનાવીને તેનું પાલન કરાવવું જોઈએ. મારે તો ઘરે નાના બાળક છે એટલે હું તો બહુ ધ્યાન રાખું છું કે, મારા લીધે બીજાને ચેપ ન લાગે.

    આ મામલે રેલવે પી.આર.ઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, બહારથી આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કે કોઈ પણ પ્રકારની મેડિકલ તપાસ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, એ માટે અમે જવાબદાર નથી. સાથે રેલવે સ્ટેશન પર જે માસ્કનું વેન્ડિંગ મશીન અને સેનેટાઇઝિંગ ડિસ્પેન્સર બંધ છે એ અમે ચાલુ કરાવીશું. બાકી લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવું જોઈએ.આ મામલે રેલવે પી.આર.ઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, બહારથી આવતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કે કોઈ પણ પ્રકારની મેડિકલ તપાસ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે, એ માટે અમે જવાબદાર નથી. સાથે રેલવે સ્ટેશન પર જે માસ્કનું વેન્ડિંગ મશીન અને સેનેટાઇઝિંગ ડિસ્પેન્સર બંધ છે એ અમે ચાલુ કરાવીશું. બાકી લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને કોરોના ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવું જોઈએ.


    મહત્વનું છે આ તમામ બાબતો પરથી એક જ વાત પૂરવાર થાય છે કે સરકારના આદેશનું અમલીકરણ કરાવવામાં માટે રેલવે વિભાગ કોર્પોરેશનનું નામ લે છે અને કોર્પોરેશન કહે છે કે, વાત ચાલી રહી છે. કોરોનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા જો આવી રીતે તંત્ર કામ કરશે તો કોરોનાનું સંક્રમણ નહીં રોકી શકાય.રેલવે સ્ટેશનની બહાર 1 માત્ર કોરોના ટેસ્ટિંગ માટે મેડિકલ ટીમને બેસાડવા આવી છે પરંતુ તે ટીમ જ્યારે ટ્રેન આવી ત્યારે સાઈડમાં જઈને ગોઠવાઈ ગઈ હતી. મેડિકલ ટીમે જણાવ્યું કે અહીંયા લોકો સ્વૈચ્છિક રીતે કોરોના ટેસ્ટ કરાવે છે. સવારથી લઈને 1 વાગ્યા સુધી માત્ર 5 લોકોએ જ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તમામ લોકો સ્થાનિક જ હતા.

    ગુજરાતમાં સરકારે આદેશ કર્યો છે કે, મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન અને એસ.ટી બસ સ્ટેન્ડ પર તેમનું ચેકિંગ થાય તે આવશ્યક છે, પરંતુ આ બંને જગ્યાએ RTPCR ટેસ્ટનું ચેકિંગ તો દૂર ની વાત છે. થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઈઝેશન પણ થતું નથી. એટલું જ નહીં રેલવે સ્ટેશન પર માસ્કનું વેન્ડિંગ મશીન છે, તો તેમાં માસ્ક નથી અને સેનેટાઇઝિંગ માટે ડિસ્પેન્સર પણ આખા સ્ટેશનમાં એક જ છે અને એ પણ બંધ હાલત માં છે. જો આવી જ બેદરકારી એસ.ટી અને રેલવે તંત્રની રહી તો અમદાવાદ ફરી કોરોનાનું સ્પોટ બની શકે છે.

    આજે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુંબઈથી શતાબ્દી એક્સપ્રેસ આવી હતી. ટ્રેનમાંથી ઉતરેલા તમામ મુસાફરોએ પોતાની સાવચેતી માટે માસ્ક તો પહેર્યું હતું, પરંતુ તેમના બહુ ઓછા લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. સાથે રેલવે તંત્ર અને AMC દ્વારા પણ કોઈ પણ જાતનું ચેકિંગ કરવામાં આવ્યું ન હતું. જો કે હવે આ ટ્રેનમાં આવેલા અંદાજિત 400 મુસાફરોમાં કેટલાક લોકો સુપરસ્પ્રેડર બનીને આવ્યા હોય તો એમાં કોઈ નવાઈ નહીં.




Download Our B K News Today App



Related News