પાલનપુરમાં સોની સમાજ દ્વારા શરદોત્સવ યોજાયો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 14:53:53
  • Views : 293
  • Modified Date : 2022-10-11 14:53:53

 શ્રી ધાન્ધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ દ્વારા ગતરોજ પાલનપુર ખાતે શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોની સમાજના જ્ઞાતિ બંધુઓએ મન મૂકીને રાસ ગરબાની રમઝટ માણી હતી.પાલનપુરમાં સોની સમાજની વાડી ખાતે શ્રી ધાન્ધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે  શરદોત્સવનું આયોજન કર્યું હતું જેમાં સમાજના જ્ઞાતિ બંધુઓ ગરબે ઘૂમ્યા હતા. આ  શરદોત્સવ દરમિયાન રાસ ગરબામાં સુંદર ડ્રેસ, સુંદર ગરબા તેમજ બેસ્ટ કપલને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લ્હાણી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે દૂધ પૌઆનંુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના પ્રમુખ વસંતભાઈ સોની, મંત્રી ગીરીશભાઈ સોની, ઉપપ્રમુખ ભરતભાઇ સોની, ખજાનચી કનુભાઈ સોની, કિરણભાઈ સોની, મુકેશભાઈ સોની, નટવરલાલ સોની તેમજ યુથ કલબના પ્રમુખ નીરવભાઈ સોની, મંત્રી જતીનભાઈ સોની સહીત અશ્વિનભાઈ સોની, દિલીપભાઈ સોની, મયુરભાઇ સોની, દુર્ગેશભાઈ સોની સહિત યુથક્લબના હોદ્દેદારો અને સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Download Our B K News Today App



Related News