કાંકરેજના નાણોટાની નંદિની સંસ્કાર ધામ સ્કૂલમાં શરદ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 12:26:14
  • Views : 225
  • Modified Date : 2022-10-12 12:26:14

  નવિન શાળા નંદિની સંસ્કાર ધામ સ્કૂલ નાણોટા ખાતે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. જેમાં દિપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.નવિન શાળા નંદિની સંસ્કાર ધામ સ્કૂલના પ્રમુખ દિનેશભાઈ એમ. પટેલ અને શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા નવા સત્રથી ૨૦૨૩ માં ચાલુ થવાની હોસ્ટેલ સુવિધા ગુરૂકુળ રૂષિ પરંપરા મુજબ આપવામાં  આવશે. ગુજરાત રાજ્ય કક્ષા શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ બનાસબેંકના ચેરમેને  અણદાભાઈ  પટેલઠાકોર સમાજના અગ્રણી  મુકેશજી કોતરવાડા, ટેટોડા ગૌ શાળાના મહંત  રામરતનજી તથા ખારેશ્વર મહાદેવ મહંત શ્યામગીરી બાપુ વગેરે મહાનુભાવો  ફુલહાર, શાલ ઓઢાડીને  ગૌ માતાની ફોટો છબી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આજુબાજુના વિસ્તારમાંથી ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી  રાસ - ગરબાની રમઝટ બોલાવી કાર્યક્રમને દિપાવ્યો હતો.

Download Our B K News Today App



Related News