શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં એન્ટ્રી પાક્કી, લાખણીના ખેડૂત સંમેલનમાં 'પંજા' માટે માગ્યા વોટ, કહી મોટી વાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-30 18:02:16
  • Views : 236
  • Modified Date : 2022-10-30 18:03:06


ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની રાજકારણમાં એન્ટ્રી કરવા મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નજીકના સમયમાં શંકરસિંહ બાપુના રાજકારણમાં પ્રવેશ કરવા અંગેની અટકળોનો અંત આવશે તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાતા પહેલા કોંગ્રેસ માટે મત માંગવાનું શરૂ કરી દીધું છે.


આ ચૂંટણીમાં કોંગ્રેસને મત આપજો: શંકરસિંહ વાઘેલા
આજે લાખણીના ખેડૂત સમેંલનમાં શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી હતી. જેમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે ગુજરાતની જનતા ફરી છેતરાય નહીં માટે ભારતીય જનતા પાર્ટીના બદલે આવનાર દિવસોમાં કોંગ્રેસના મિત્રોને જે પણ  હોય તેણે રિપીટ કરે, તેમજ  ન હોય તો નવા મોકલી આપે જે સરકારનો અનુભવ ભૂતકાળમાં થઈ ગયો છે. બાપુની અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી કોંગ્રેસને વિજયી બનાવે.મહત્વનું છે કે શંકરસિંહ વધાલેના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં  જોડાયા છે. ટૂંક સમયમાં શંકરસિંહ વાઘેલા પણ પંજો પડકશે તેવા એંધાણ આ નિવેદન પરથી આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાએ આડકતરી કરી કોંગ્રેસ માટે પ્રચાર શરૂ કરી દીધો છે.


મોટું એલાન સંભવ 
શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં તમામ વાતો નક્કી કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને શંકરસિંહ વાઘેલાની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર મધ્યસ્થતા કરી રહ્યા છે. એવામાં આગામી દિવસમાં મોટું એલાન કરવામાં આવી શકે છે.


2017 માં છોડી હતી પાર્ટી 
શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના 'ટનાટન' પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના કપડા મંત્રી રહી ચુક્યા છે. 2017 માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી,પણ એ પહેલા તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી 'રવાના ' કરાવ્યા. પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી . રાજ્ય સભાની ચૂંટણી વેળા,  ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા 'જન વિકલ્પ'મોરચો રચ્યો. પણ તેમાંથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહને ચૂંટણી નાં લડાવી. પાછળથી મહેન્દ્રસિંહ  ( કદાચ પખવાડીયા પુરતા જ ) ભાજપમાં આવ્યા. શંકરસિંહને ભાજપમાં લાભ જોવા મળ્યો, પણ પછી સ્થિતિ પારખી પારોઠના પગલા ભર્યા. અને મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા.

Download Our B K News Today App



Related News