ડીસા તાલુકાના ડેડોલ ગામી નિર્માણ થઇ રહેલ તળાવની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 10:58:18
  • Views : 292
  • Modified Date : 2022-05-23 10:58:18


ચાલુ વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ પડ્યો છે જેના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીની મોટી તંગી સર્જાય છે ખાસ કરીને નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાય જળાશયોમાં હાલ પાણી વગર તળ દેખાઈ રહ્યા છે જેના કારણે અસંખ્ય ગામો પાણી વગર ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડીસા તાલુકામાં પણ આ વર્ષે નહિવત વરસાદ ના કારણે પાણીની તંગી સર્જાઇ છે ખાસ કરીને પાણી વગર ખેડૂતો પર તેની સૌથી મોટી અસર દેખાઈ રહી છે આજે મોટાભાગના ગામોમાં પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે આ તમામ સમસ્યાઓને પહોંચી વળવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તળાવો બનાવવાનું આહ્વાન કર્યું હતું જે અંતર્ગત બનાસડેરી દ્વારા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલમાં દરેક ગામમાં તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેના કારણે વરસાદનું વેડફાતું પાણી તળાવમાં ઉતારી ખેડૂતો તેના પાણીથી ખેતી કરી શકે ત્યારે હાલમાં બનાસડેરી દ્વારા ડીસાના તમામ ગામમાં તળાવ ઉંડા કરવાની કામગીરી બનાસડેરી દ્વારા ચાલી રહી છે જે અંતર્ગત ડીસા તાલુકાના ડેડોલ ગામે ચાલી રહેલ તળાવડી કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પહોંચ્યા હતા. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ડેડોલ ગામ પહોંચતા ખેડૂતો દ્વારા પણ તેમનું તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તળાવ તાત્કાલિક વરસાદના આગમન પહેલાં તૈયાર થઈ જાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News