શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-20 19:40:12
  • Views : 230
  • Modified Date : 2022-12-20 19:40:12

ગાંધીનગર:

તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા 15મી ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં મંગળવારે ભાજપના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષ તરીકે અને પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની નાયબ અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
ચૌધરીના નામની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી અને ભરવાડના નામની દરખાસ્ત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી હતી. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ ધારાસભ્યોએ શાસક પક્ષના ધારાસભ્યો શંકરભાઇ ચૌધરી અને જેઠાભાઇ ભરવાડના નામને સમર્થન આપ્યું હતું.
તાજેતરમાં જ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકોમાંથી ભાજપને 156, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને પાંચ, સમાજવાદી પાર્ટીને એક અને અપક્ષને ત્રણ બેઠકો મળી હતી.

Download Our B K News Today App



Related News