શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર આ બેઠક પરથી લડશે ચૂંટણી, 7 સીટ પર ઓક્ટોબરમાં જામશે રસાકસી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-27 12:19:00
  • Views : 2635
  • Modified Date : 2019-08-27 12:19:00

ગુજરાતમાં સાત બેઠકો પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે અત્યારથી જ રાજકીય સોગઠા ગોઠવ્યાં છે જેના પગલે પેટાચૂંટણી લડવા દાવેદારોએ રાજકીય વાઘા સજાવી દીધા છે અમદાવાદના અમઇવાડી બેઠક પર ભાજપના દસેક દાવેદારો પેટાચૂંટણી લડવા તલપાપડ બન્યા છે.જયારે ઉત્તર ગુજરાતમાં ત્રણ બેઠકો માટે ભાજપે અંદરખાને કોને કઇ બેઠક પર ચૂંટણી લડાવવી તે નક્કી કરી લીધુ છે. રાધનપુર બેઠક પર પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી લગભગ નક્કી છે . અલ્પેશ ઠાકોરના આ બેઠક પરથી ચૂંટણી લડવાના અરમાના પૂરા થાય તેમ નથી.

 ભાજપના ચાર ધારાસભ્યો લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. જયારે અન્ય ત્રણ બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરી કેસરિયો ખેસ પહેરતાં ખાલી પડી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં સાતેક બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજાય તેવો અંદાજ છે.

બાયડ,રાધનપુર, ખેરાલુ, થરાદ, મોરવાહરફ, દ્વારકા, લુણાવાડામાં પેટાચૂંટણી યોજાનાર છે. ભાજપે પેટાચૂંટણી માટે પૂરજોશમાં તૈયારીઓ આદરી છે. સૂત્રોના મતે, હમણાં ભાજપનુ સંગઠન પર્વ ચાલી રહ્યુ છે. સભ્યો નોંધણી ચાલી રહી છે. આ પર્વ પૂર્ણ થતાં જ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે.

અમદાવાદની અમરાઇવાડી બેઠક પર તો દસેક દાવેદારોએ ટિકીટ માટે લોબિંગ શરૂ કરી દીધુ છે. મણિનગરમા નરેન્દ્ર મોદી માટે બેઠક ખાલી કરનારાં કમલેશ પટેલ, દિનેશ કુશવાહ, દિનેશ દેસાઇ, અમૂલ ભટ્ટના નામ અગ્રેસર ચર્ચાઇ રહ્યા છે.

જ્ઞાતિવાદના સમિકરણને ધ્યાનમાં રાખતા છેલ્લી ઘડીએ હિન્દી ભાષીને ટિકિટ અપાય તો નવાઇ નહી.હવે આ બેઠક પર ભાજપ કોને ટિકિટ આપે છે તેજોવાનુ રહ્યુ. ભાજપ હાઇકમાન્ડે ઉત્તર ગુજરાતની ત્રણેય બેઠકો માટે અંદરખાને બધુ નક્કી કરી દીધુ છે માત્ર જાહેરાત જ બાકી છે.

રાધનપુરમાં શંકર ચૌધરી લગભગ ફાઇનલ છે. અલ્પેશ ઠાકોરને બેઠક બદલ્યા સિવાય કોઇ છૂટકારો નથી. ભાજપ અલ્પેશ ઠાકોરને ખેરાલુમાંથી જ ટિકીટ આપશે. અત્યાર ે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની કાગડોળે રાહ જોવાઇ રહી છે. તે લીલીઝઁડી આપશે ત્યારબાદ જ મંત્રીમંડળનુ વિસ્તરણ થશે.

જોકે,ભાજપના આંતરિક સૂત્રો કહે છેકે,પેટાચૂંટણી થયા બાદ જ મંત્રીમંડળનુ  વિસ્તરણ થશે. આ જોતાં અલ્પેશ ઠાકોર માટે હજુ દિલ્હી દૂર છે. થરાદમાં સાંસદ પરબત પટેલે  પુત્ર શૈલેષ પટેલનુ નામ આગળ ધર્યુ છે. બાયડમાં ભાજપ કોઇ નવો ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતારે તો નવાઇ નહીં કેમકે, ધવલસિંહ ઝાલા પર લટકતી તલવાર છે. કોઇ બોર્ડ નિગમમાં હોદ્દો આપીને ભાજપ કોઇ સૃથાનિકને ટિકિટ આપવાની ગણતરીમાં છે.


Download Our B K News Today App



Related News