મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકનો મહત્વપૂર્ણ ર્નિણય રાજ્યમાં શાળાઓ-કોલેજાે ર૩મી નવેમ્બરથી કાર્યરત થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-12 12:02:19
  • Views : 715
  • Modified Date : 2020-11-12 12:02:19

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય  ફરી શરૂ કરવાનો
મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. શિક્ષણ મંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ  આ ર્નિણયની વિગતો આપી હતી.  તેમણે જણાવ્યું કે, કોરોના વાયરસ સંક્રમણ કોવિડ-૧૯ ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી શાળા-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ તે આશયથી બંધ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં  શિક્ષણ વિભાગે ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા શરૂ કરીને સફળતાપૂર્વક અમલ પણ કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યમાં લોકડાઉન અને હવે અનલોક ૧ થી પાંચના વિવિધ તબક્કાઓમાં જનજીવન, આર્થિક, ઔદ્યોગિક ગતિવિધિઓ અટકવા દીધી નથી. એટલું જ નહિ, ઓનલાઇન શિક્ષણ શાળા-કોલેજના બાળકો વિદ્યાર્થીઓને ઘરે બેઠાં મળે તે સુનિશ્ચિત કર્યું છે, એમ તેમણે ઉમેર્યુ હતું. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીની રાજ્ય સરકારે આ અનલોક-પ માં ભારત સરકારના દિશાનિર્દેશો અને ગાઇડ લાઇનના અનુપાલન અને બાળકોના આરોગ્યની જાળવણીની પૂરી તકેદારી સાથે રાજયમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પુનઃ શરૂ કરવાનો ર્નિણય કર્યો છે.
તદ્‌ અનુસાર, દિવાળીના તહેવારો પછી એટલે કે તા.ર૩મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને કોલેજો તથા યુનિવર્સિટીમાં ભૌતિક શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે તેની વિસ્તૃત વિગતો શિક્ષણ મંત્રીએ આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ ર્નિણયના અંતિમ નિષ્કર્ષ પર આવતા પહેલા શિક્ષણ વિભાગ, શાળા-કોલેજ, યુનિવર્સિટીના સંચાલકો-શિક્ષણવિદો એમ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકોનો દૌર યોજી, સૌના મત મેળવીને સરકારે આખરી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની મંત્રીમંડળની બેઠકમાં પણ એ ર્નિણયને સર્વાનુમતે મંજૂરી આપી છે. શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ કે, કોલેજો અને યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાઈનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાઈનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા
પોલિટેકનીક કોલેજીસ પણ તા.ર૩મી નવેમ્બરથી કાર્યરત થશે.

Download Our B K News Today App



Related News