પાલનપુર તાલુકાના ઉકરડા ગામેથી નવ જુગારીયા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 12:43:27
  • Views : 491
  • Modified Date : 2019-05-30 12:43:27

પાલનપુર તાલુકાના ઉકરડા ગામે જુગાર રમાતા હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઓચિંતી રેડ કરી નવ જુગારીયાઓને ઝડપી લઇ રૂ.૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવતા શકુનીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.બનાસકાંઠામાંથી દારૂ જુગારની બદીને નાબુદ કરવા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ દ્વારા તમામ પોલીસ સ્ટેશનને સુચના આપવામાં આવી છે. જેના પગલે પાલનપુર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમયે વિનોદભાઇને બાતમી મળી હતી. કે પાલનપુર તાલુકાના ઉકરડા ગામની સીમમાં જુગાર રમાઇ રહ્યો છે. જેથી તાલુકા  પી.એસ.આઇ એ.એમ.પટેલએ સ્ટાફ સાથે ઉકરડા ગામે ઓચિંતો છાપો માર્યો હતો. અને જુગાર રમતા નવ જુગારીયાઓને ઝડપી લઇ રૂ.૩,૦૪,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાધ ધરવામાં આવતા જુગારીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.જુગાર રમતા ઝડપાયેલા શખ્સો(૧) ઇશાક અયુબભાઈ કુરેશી નાની બજાર પાલનપુર (૨) જાવેદ બિસ્મીલખાં નાગોરી નાગોરીવાડ પાલનપુર (૩) અલ્તાફભાઈ લિયાકતખાન નાગોરી મોટી બજાર પાલનપુર (૪) અજીતસિંહ ગાગુસિંહ ભાટી રહે. બેચરપુરા પાલનપુર (૫) અલ્પેશભાઈ જયંતીલાલ ગોહિલ પાલનપુર (૬) ઈમરાનખાન  ઇસ્માઇલખાન સિંધી નાની બજાર પાલનપુર (૭) અબ્દુલઅઝીઝ અબ્દુલરહેમાન શેખ જુહાપુરા અમદાવાદ (૮) જલાલખાન બિસમિલ્લાખાન નાગોરી હુસૈનીચૌક પાલનપુર (૯) જુમાખાં અબ્દુલ્હામિદ પઠાણ ખેડા



Download Our B K News Today App



Related News