ડીસા તાલુકાના ભીલડી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શક્તિ કેન્દ્ર ની બેઠક યોજાઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:54:34
  • Views : 242
  • Modified Date : 2022-01-17 12:54:34

 

ડીસા તાલુકાના ભીલડી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શક્તિ કેન્દ્ર ની બેઠક યોજાઇ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે ખાસ આ બેઠકમાં આયોજન કરાયું હતું..

 

ડીસા તાલુકાના ભીલડી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ની શક્તિ કેન્દ્ર બેઠક યોજાઇ હતી.જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક પક્ષ પોતાની જીત મેળવવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે હાલમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોતાના પક્ષને મજબૂત કરવા માટે વધુમાં વધુ બેઠકો યોજી કાર્યકર્તાઓને પક્ષમાં જોડાઈ રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ભીલડી ગામ ખાતે પણ આજે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે શક્તિ કેન્દ્ર ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના 18 ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ને જોડવા માં આવ્યા હતા તે ઉપરાંત આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી પક્ષમાં હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે હેતુથી ખાસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

 

Download Our B K News Today App



Related News