કોંગ્રેસમાં 'શક્તિ' આવ્યા પણ આ ડખો જૂનો:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-21 17:08:06
  • Views : 102
  • Modified Date : 2023-06-21 17:08:06


એકબાજુ પ્રદેશ પ્રમુખને બદલીને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં અંદરો અંદર ચાલી રહેલ વિખવાદનાં કારણે રોજ મીડિયામાં એકબીજી પર કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. સત્ય શોધ સમિતીનાં રિપોર્ટ બાદ પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા ટિકીટ વેચાણ કર્યાનાં આક્ષેપ બાદ આજે યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ દ્વારા રાજેશ ગોહિલનાંઆક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો. આ બાબતે યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે લગાવેલ આક્ષેપો બાબતે યુથ કોંગ્રેસનાં હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ મુદ્દા પર એક આખું ઈન્ટરવ્યું કરવું હોય તો પણ થઈ શકે.  ત્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા જે આરોપો લગાવ્યા છે. ત્યારે સૌથી પહેલા તો એમણે જવાબ આપવો જોઈએ કે એમને જ્યારે 2017 માં ટિકીટ મળી તો અમને ટિકીટ કેવી રીતે મળી.  પ્રદેશની જે નેતાગીરી છે જેમાં જગદીશભાઈ હોય કે અમિતભાઈ ચાવડા હોય ત્યારે કોઈની પર આક્ષેપ લગાવતા પહેલા પાર્ટીએ  વિશ્વાસ મુકી એમને જે ટિકીટ આપવામાં આવી હતી.તેમજ 2017 થી લઈને 2022 સુધી જે એમની કામગીરી હતી એનું ક્યાંયને ક્યાંક મૂલ્યાંકન કરવું જોઈએ. અને પરિવર્તનએ  સંસારનો નિયમ છે. ત્યારે આજે હું કોઈ પણ સારા પદ ઉપર હોઉ અને સારી કામગીરી ન કરતો હોઈ તો મને પણ બદલવામાં આવે. જ્યારે આપણને કંઈ ન મળે અને પાર્ટીનાં આગેવાનો પર આપણે પાયા વિહોણા આક્ષેપએ પણ બરાબર નથી.  અને પાર્ટીએ પણ આની ગંભીર નોંધી લીધી છે.  જે કંઈ પણ નિર્ણય હશે તે આગામી દિવસોમાં પાર્ટી લેશે.  ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ સૌથી મોટો ખુલાસો સામે આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ અંગે સત્યશોધક રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. કોંગ્રેસની સત્ય શોધક કમિટીના રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હોવાનું સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રિપોર્ટમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકોની ટિકિટો વેચી ખાધી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે પણ સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો ગણાવ્યો છે. સાથે જ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ પ્રદેશ પ્રમુખને જવાબદાર ઠેરાવ્યા છે. કોંગ્રેસની સત્યશોધક સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે કહ્યું કે, સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કર્યું છે. જેના કારણોસર સારા આગેવાનોની ટિકિટ કપાઈ હતી. તેમણે જણાવ્યું છે કે, 2022માં કોંગ્રેસનું ધોવાણ થયું તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જવાબદાર છે. તમામ નેતાઓએ મોટામોટા વહીવટ કરી ટિકિટ આપી છે. તો રાજેશ ગોહિલે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.  

Download Our B K News Today App



Related News