શાકભાજીના ભાવમાં ભડકો ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:38:05
  • Views : 446
  • Modified Date : 2019-04-16 06:38:05

છેલ્લાં ૧૫ દિવસથી સતત પડી રહેલી ગરમીની અસર હવે શાકભાજી પર થઈ રહી છે અને શાકભાજીના ભાવોમાં ભડકો થતાં શાકભાજીની ખરીદી કરતી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે.
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. પરંતુ વર્તમાન સમયમાં વધતી જતી ગરમીના લીધે લીલા શાકભાજી લોકોના ખિસ્સા પર મોટું ભાર નાંખી રહ્યા છે.  છેલ્લાં પંદર દિવસથી સતત પડી રહેલી ગરમીના કારણે લીલા શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે.  જે શાકભાજી પંદર દિવસ પહેલાં જે ભાવે મળતા હતા તેની કિંમતમાં બમણો વધારો થઈ ગયો છે. જેના લીધે શાકભાજીની ખરીદી કરતી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. ગરમીમાં થઈ રહેલા સતત વધારાના લીધે શાકભાજીની કિંમતો આસમાને પહોંચી ગઈ હોવાનું ગૃહિણીઓ જણાવી રહી છે.
શાકભાજીના ભાવોમાં અચાનક થયેલા ભડકા અંગે  શાકભાજીના વેપારીઓનો
સંપર્ક કરતાં વેપારીએ જણાવ્યું હતું કે શાકભાજીના ભાવોમાં થયેલા આ ભડકા પાછળ ગરમી જવાબદાર છે.  ગરમી વધવાના લીધે બજારમાં શાકભાજીની આવક ખુબ જ ઓછી  થઈ રહી છે અને તેના લીધે માંગ સામે
પુરવઠો ઘટી જતાં શાકભાજીના ભાવો વધી ગયા છે.
ગરમીના લીધે લોકો
પરેશાન થઈ ઉઠ્‌યા છે તો બીજી તરફ ગરમીના લીધે શાકભાજીના ભાવોમાં ૠપણ ઉછાળો આવતા લોકોના ખિસ્સા અને બજેટ પર પણ અસર જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News