વર્ચ્યુઅલ રીતે બંગાળમાં રેલીને સંબોધન કરશે શાહ; એક દિવસ પહેલા જ TMCના 5 મોટા નેતાઓ ભાજપમાં જોડાયા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 12:25:06
  • Views : 220
  • Modified Date : 2021-01-31 12:25:06

    પશ્ચિમ બંગાળની ચૂંટણી સીધી જ રીતે TMC વિરુદ્ધ BJP બની રહી છે. આ જ કારણ છે કે બંને પક્ષો સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. આજે ગૃહમંત્રી અમિત શાહ વર્ચુઅલ રીતે હાવડામાં મોટી રેલીને સંબોધન કરશે. તેઓ આ રેલીમાં હાજર રહેવાના હતા, પરંતુ દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસની બહાર થયેલા હુમલા બાદ તેમણે તેમની મુલાકાત રદ કરી હતી. હવે તેઓ આ રેલીમાં વર્ચુઅલ રીતે જોડાશે. આ રેલીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય સહિતના ભાજપના ઘણા અગ્રણી નેતાઓ સામેલ થશે.

    શનિવારે મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો. તેમના 5 ટોચના નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા. આમાં પશ્ચિમ બંગાળના પૂર્વ પ્રધાન રાજીબ બેનર્જી, ધારાસભ્ય બૈશાલી દાલમિયા, ધારાસભ્ય પ્રબીર ઘોષાલ, હાવડાના પૂર્વ મેયર રતિન ચક્રવર્તી, રાણાઘાટના પૂર્વ મેયર પાર્થસારતી ચેટરજી સામેલ હતા. આ સિવાય અભિનેતા રૂદ્રનીલ ઘોષ પણ ભાજપમાં જોડાયા. શનિવારે ભાજપ બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય અને સાંસદ મુકુલ રોય, ગૃહ પ્રધાન સાથે ગૃહ મંત્રી અમિત શાહે મુલાકાત કરી હતી.

    છેલ્લા એક મહિનામાં મમતા સરકારના 3 મંત્રીઓએ પદ પરથી રાજીનામું આપ્યું છે. ડિસેમ્બરમાં મમતાના ખાસ એવા શુભેન્દુ અધિકારીએ મંત્રી પદ છોડ્યું હતું. 5 જાન્યુઆરીએ લક્ષ્મી રતન શુક્લાએ રમત ગમત અને યુવા બાબતોના પ્રધાન પદથી અને 22 જાન્યુઆરીએ વન મંત્રી રાજીબ બેનર્જીએ રાજીનામું આપ્યું હતું.19 ડિસેમ્બરે શુભેન્દુ સાથે સાંસદ સુનિલ મંડળ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તેમાંથી 5 ધારાસભ્યો તૃણમૂલના જ હતા.30મી મેના રોજ મમતા બેનર્જી સરકારનો કાર્યકાળ સમાપ્ત થાય છે. તેથી, એપ્રિલ-મેમાં જ 294 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.


Download Our B K News Today App



Related News