શાહે ભૂતપૂર્વ નાણાંમંત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું, શાહે કહ્યું- મુશ્કેલીઓમાં મને મોટા ભાઈની જેમ ઉગાર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 14:05:55
  • Views : 308
  • Modified Date : 2020-12-28 14:05:55

    દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે દિવંગત અરૂણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણાં પ્રધાન જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ. કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું કે જ્યારે તેઓ મુશ્કેલીમાં પડ્યા ત્યારે તેમણે મોટા ભાઈની જેમ ઉગાર્યો હતો. જણાવીએ કે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રહેલા જેટલી 1999 થી 2013 સુધી DDCAના અધ્યક્ષ રહ્યા હતા. તેમના પછી રજત શર્મા DDCAના પ્રેસિડેન્ટ બન્યા. જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે જેટલીનો પુત્ર રોહન વિરોધ વિના અધ્યક્ષ તરીકે ચૂંટાયો હતો.આ કાર્યક્રમને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું હતું કે 'જેટલીજી મોદીના વિશિષ્ટ સાથી હતા. જેટલી સંસદમાં દલીલો સાથે વાત રજૂ કરતા હતા. ભારતની આર્થિક ગતિને વેગ આપવા માટે તેઓએ કામ કર્યું. વર્ષોથી સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. લોકોને સાથે લઈને ચાલ્યા. જેટલી ખૂબ જ લોકપ્રિય નેતા હતા. દરેક પ્રશ્નનો સચોટ જવાબ આપતા હતા.

    અમિત શાહે કહ્યું કે, 'જેટલી જી પડદા પાછળ રહીને IPLનું મજબૂત માળખું બનાવ્યુ હતુ. એક સમય હતો જ્યારે બાળક ક્રિકેટ રમવા જતાં હતા તો માતા-પિતા કહેતા હતા કે ભણશે કોણ. આજે બાળકો ક્રિકેટને કારકિર્દી બનાવી રહ્યા છે. તેઓ મારા કરતા મોટા હતા. જ્યારે હું મુશ્કેલીમાં આવતો હતો, ત્યારે તેમણે મને મોટા ભાઈની જેમ ઉછેર્યો. લોકો શું કહેશે તે વાતની પરવા કર્યા વિના મને મદદ કરતાં હતા.'શાહે કહ્યું, 'ક્રિકેટમાં બે પ્રકારનું યોગદાન હોય છે. એક- જે રમીને દેશને સન્માન અપાવે છે. અન્ય જે રમવા માટે વાતાવરણ બનાવે છે. જેટલી જીએ રમતગમતનું વાતાવરણ બનાવ્યું હતું.'


Download Our B K News Today App



Related News