પાટણમાં મસાજ સેન્ટરની આડમાં ચાલતુ કુટ્ટણખાનુ ઝડપાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 05:46:31
  • Views : 830
  • Modified Date : 2019-04-10 05:46:31

પાટણમાં સ્પા મસાજ સેન્ટરની આડમાં છેલ્લાં કેટલાક સમયથી ચાલતા દેહવિક્રીયના ધંધાની બાતમી મળતાં પાટણ સીટી એ-ડીવીઝનની પોલીસે રેઇડ કરીને મસાજ પાર્લરના ઓથા હેઠળ ચાલતા કુટ્ટણખાનાને ઝડપી પાડયુ હતું. અને પોલીસે છ ઇસમો સાથે વિદેશી બે મહિલાઓને પણ જેલના હવાલે કરી હતી.
લોકસભાની ચૂંટણીને લઇને પાટણ પોલીસવડા સોભા ભુતડા દ્વારા પાટણ શહેર તેમજ જિલ્લામાં તમામ પોલીસને સતત જાગૃત રહેવા માટે જણાવેલ છે. અને જેમાં પાટણ સીટી એ-ડીવીજનના પી.આઇ. એલ.પી.બોડાણાને ખાનગી રાહે બાતમી મળેલ કે સુદામા કાઠીયાવાડી હોટલ ત્રણ રસ્તા પાસે શુભમ પ્લાઝા કોમ્પલેક્ષમાં પ્રથમ માળે આવેલ સ્પા ઝોન સેન્ટરમાં મસાજના નામે વિદેશી યુવતીઓ લાવીને દેહવિક્રીયનો ધંધો ચાલે છે તેવી બાતમી મળતાં પાટણ સીટી એ-ડીવીઝનના પી.આઇ. એલ.પી.બોડાણા, એ એસ.ઓ.જી. ના પી.આઇ ડી.એચ.ઝાલા, પો.સ.ઇ જે.બી.બુબડીયા, મહિલા પી.એસ.આઇ બી.એમ.રબારી તેમજ અન્ય વિષ્ણુભાઇ, શૈલેશભાઇ, દશરથસિંહ, જીગ્નેશકુમાર, રાહીકુમાર, મહિલા કોન્સ્ટેલ લાડુબેનની ટીમ સાથે બતાવેલ જગ્યાએ રેઇડ કરતાં ત્યાં મસાજના નામે કુટ્ટણખાનુ જોવા મલતાં પોલીસે વિદેશની બે મહિલાઓની સાથે સાથે બીજા છ ઇસમોને ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી ૪,૩૮,૦૦૦ નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસે આ તમામ ઇસમો સામે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેશન એક્ટ ૧૯૫૬ ની કલમ ૪,૫,૬,૭ મુજબ પાટણ સીટી એ-ડીવીઝન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



Download Our B K News Today App



Related News