બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-11 12:19:03
  • Views : 738
  • Modified Date : 2021-09-11 12:19:03

     છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં ક્યારેય વરસાદ નોંધાયો  હતો અડધો ચોમાસું વીતીગયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં છુટોછવાયો વરસાદ શરૂ થયો હતો પરંતુ ભાદરવા મહિનાની શરૂઆત થતાની સાથે  બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામબાદ વરસાદનું આગમન થયું છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા છે તો અનેક જગ્યાઓ પાણી ભરાવાના કારણે લોકોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે સતત વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળાઓ અને ઝરણાઓ ને નવું જીવતદાન મળ્યું છે

બનાસકાંઠામાં ભાદરવાની શરૂઆત સાથે  મેઘો મન મૂકીને વરસ્યો છે. અને બે દિવસથી ભરપૂર વરસાદ થતા અનેક વ્હોળા અને ઝરણાંઓમાં ફરી વખત પાણીથી વહેવા લાગ્યુ છે. વડગામ તાલુકા માં આવેલ પાણીયારી માં  વર્ષે પ્રથમ વખત પાણીનો ધોધ વહેતો થતાંજ આજુબાજુના લોકો જોવા માટે આવ્યા હતા.  સિવાય પાલનપુર તાલુકાના વિઠોદર અને આલવાડા ખાતે આવેલા વ્હોળાઓમાં પણ પાણી વહેવા લાગ્યું હતું,  આમ તો  વર્ષે અત્યાર સુધી નહીવત વરસાદ હોવાના કારણે મોટાભાગના ઝરણાં અને વ્હોળા સૂકાભઠ્ઠ હતા. પરંતુ છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા જિલ્લાના વ્હોળાઝરણાં માં પાણી વહેતુ થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે હજુ પણ ભારતીય મોસમ વિભાગ દ્વારા આગામી 12 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે જેથી આગામી બે દિવસ સુધી સારો વરસાદ પડે તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વ્હોળાઓ અને ઝરણાં ફરી સજીવન થઇ જશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. તો  તરફ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરીધાકોર પડેલી બનાસ નદીમાં પણ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે નવા નીર આવ્યા હતા અમીરગઢ પાસે પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોએ પણ નવા નીરના વધામણા કર્યા હતા અને ફરી એકવાર સારી ખેતીની ખેડૂતોને આશા જાગી હતી.

પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી પાલનપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાન ની ઘટનાઓ પણ સામે આવી છે જેમાં પાલનપુર તાલુકાના વેડંચા થી ઓઢા વચ્ચેનો માર્ગ પણ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે. પુલ પાસે નો માર્ગ તૂટી ને પાણીના વહેણમાં તણાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.  માર્ગ તૂટી જતા 10 જેટલા ગામો પણ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે,  અને હવે  સંપર્ક વિહોણા બનેલા ગામના લોકોએ 10 થી 12 કિલોમીટર ફરીને અવરજવર કરવાની નોબત આવી છે.  માર્ગ તૂટી જતાં અહીંથી પસાર થતા પશુપાલકોવાહનચાલકો અને વિદ્યાર્થીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે,  ઉલ્લેખનીય છે કે હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે એક  વર્ષમાં બે વાર  માર્ગ તૂટી જતા લોકો  તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

 

અત્યારે તો ભારે વરસાદના કારણે  માર્ગ તૂટી જતાં દસ થી બાર જેટલા ગામના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને હવે  ગામજનોએ 12 કિલોમીટર ફરીને અવરજવર કરવી પડશે ત્યારે તંત્ર તાત્કાલિક  માર્ગનું ગુણવત્તાયુક્ત સમારકામ કરાવે તેવી લોકોની માંગ છે.

 

Download Our B K News Today App



Related News