સેકટર-૨૭માં માસ્ક પહેર્યા વગરના ગ્રાહકનું સેવિંગ કે હેર કટીંગ નહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-05 12:08:19
  • Views : 416
  • Modified Date : 2020-06-05 12:08:19

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક પહેર્યા વગર આવતા ગ્રાહકોને સેવીંગ કે હેર કટીંગ નહિ થાય કરવાનો ઉદાહરણરૂપ અભિગમ
સેકટર- ૨૭માં આવેલી ચામુંડા હેર સલૂનના માલિક મુકેશભાઇ નરસિંહભાઇ નાયીએ
અપનાવ્યો છે.
મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના વતની અને હાલમાં ગાંધીનગરના સેકટર- ૨૭ માં મહારાણા પ્રતાપ વિધાલય નજીક ચામુંડા હેર સલૂનની દુકાન ચલાવતાં મુકેશભાઇ નાયી સરકારના કોરોના વાયરસ સંલગ્ન આપવામાં આવેલી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં જ આપણા સૌનું હિત ઇચ્છે છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાની જવાબદારી સરકારની એકલાની જ નથી, પરંતુ આ જવાબદારી આપણા સૌની છે.
મુકેશભાઇ નાયીએ જણાવ્યું હતું કે, ગ્રાહક અમારી દુકાને માસ્ક પહેર્યા વગર આવે તો તેમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આપને સેવીંગ કે હેર કટીંગનું કામ નહિ કરી આપીએ તેવું કહીએ છીએ. તથા અમારી દુકાનમાં સેવીંગ કે હેર કટીંગ માટે આવતાં ગ્રાહકને દુકાનમાં પ્રવેશ આપતાં પહેલા સેનિટાઇઝર કરી દેવામાં આવે છે. ત્યારબાદ દુકાનમાં પ્રવેશ કરે તે સમયે તેની સામે  તે જે ખુરશીમાં બેસવાના હોય તેને સેનિટાઇઝર કરી આપીએ છીએ. તેમજ કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે માટે અમે યુઝ એન્ડ થ્રો ચાદર- નેપકિન
વાપરીએ છીએ. જેથી ગ્રાહકનું સેવીંગ કે હેર કટીંગનું કામ પૂર્ણ થાય કે તરત જ  તેને ડસ્ટબિનમાં નાખી દઇએ છીએ. તેની સાથે કાતર, ઇસ્ત્રો, કાંસકો કે અન્ય તમામ પ્રસાધનની વસ્તુનો
વપરાશ કરતાં પહેલા તેને સેનિટાઇઝર કર્યા પછી
વપરાશમાં લઇએ છીએ. નાનકડી દુકાનમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે તેની
પણ ખાસ તકેદારી રાખીએ છીએ.
અમારી સુરક્ષા માટે અમો માથું, ચહેરો અને પગ ઢકાઇ રહે તેવી પીપીટી કીટ અને હેન્ડ ગ્લોઝ પહેરીયે છીએ. તેમજ ગ્રાહક દુકાનની બહાર નીકળે ત્યારે તેમને હમેંશા માસ્ક
પહેરવા માટે એક નમ્ર અપીલ
પણ કરીએ છીએ.

Download Our B K News Today App



Related News