સરસવની કાપણી સમયે થ્રેશરમાં આવી જતાં થયા અનેક ટુકડાઓ; જ્યોતિના 26 એપ્રિલે હતા લગ્ન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:57:32
  • Views : 665
  • Modified Date : 2021-03-09 16:57:32

    સરસવના પાકને થ્રેશરની મદદથી કાપવાના સમયે બે જગ્યાએ બે અલગ અલગ દુર્ઘટના થઈ, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. એક પરિવારનું તેમનું પાલનપોષણ કરનાર દીકરો તો બીજા પરિવારમાં તેમની દીકરી લગ્નના દોઢ માસ પહેલાં જ હંમેશાંથી વિખૂટી પડી ગયાં. પરિણામે, બંને પરિવારના રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. ગ્રામપંચાયત પાડલામાં બપોરે સરસવની કાપણી દરમિયાન થ્રેશરમાં આવી જવાથી એક 17 વર્ષના યુવકના કટકા થઈ ગયા.

    રાજારામ મીણાના સરસવના ખેતરમાં કાપણી કરાવવા ગયેલા પાડલા ગામના નિવાસી અભિષેક પુત્ર રામ કૈલાસ મીણા થ્રેશરમાં આવી જવાથી તેના ટુકડેટુકડા થઈ ગયા છે. યુવકના ક્ષત વિક્ષત શબને ગ્રામીણ લોકો કપડાંનું પોટલું વાળીને તેને હોસ્પિલટમાં લઈ ગયા, જ્યાંથી પરિવારના લોકો પોસ્ટમાર્ટમ કરાવ્યા વગર તેના મૃતદેહને લઈ આવીને તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા.ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે મૃતક અભિષેકના પિતા રામકૈલાસ મીણા લગભગ 5-6 વર્ષ પૂર્વે કામની તપાસમાં દિલ્હી ગયા હતા, પરંતુ 5-6 વર્ષ થઈ ગયાં, પરંતુ તેઓ હજુ સુધી ઘરે પરત ફર્યા નથી અને ન તો પરિવારના લોકોને એ અંગે કોઈ જાણકારી મળી છે. અભિષેક અને તેની માતા ગામમાં મહેનત મજૂરી કરીને પોતાના નાના ભાઈને અભ્યાસ કરાવતાં હતાં અને પેટ ભરતાં હતાં, પરંતુ અભિષેકના મોત પછી માતાની વૃદ્ધાવસ્થાનો સહારો અને નાના ભાઈનો આશરો જ ઝૂંટવાઈ ગયો છે અને તેમની પર જાણે આકાશ તૂટી પડી ગયું હોય એવી સ્થિતિ થઈ ગઈ છે.

    તો ગ્રામપંચાયત જૌલના ગામ ડોરવલીમાં સરસવના પાકની કાપણી સમયે થ્રેશરમાં માથું આવવાથી એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. જાણકારી મુજબ, ડોરાવલી નિવાસી સંતરામ બારવાડની પુત્રી જ્યોતિ મીના પરિવારની સાથે સરસવની કાપણી કરાવી રહી હતી ત્યારે અચાનક સરસવની સાથે તેના વાળ થ્રેશરમાં જતા રહ્યા, જેનાથી તેનું માથું મશીનની ઝપેટમાં આવી જતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘાયલ અવસ્થામાં જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી.

    ગ્રામીણોએ જણાવ્યું હતું કે જ્યોતિ મીના BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી અને તેનાં માતા-પિતાએ તેના લગ્ન નક્કી કર્યાં હતાં. મૃતક જ્યોતિ મીનાના 26 એપ્રિલે લગ્ન થવાના હતા, પરંતુ કોને ખબર હતી કે આવી દુર્ઘટના સર્જાશે અને જ્યોતિ તેમનાથી હંમેશાં માટે વિખૂટી પડી જશે. જ્યોતિના પિતા સંતરામ મીના દિલ્હીમાં શિક્ષક તરીકે કામ કરે છે. દીકરીનું મોઢું પણ એક પિતાને નસીબ ન થઈ શક્યું. દીકરીના અંતિમસંસ્કાર થયા ત્યાં સુધીમાં તેઓ પોતાને ગામ ન પહોંચી શક્યા. પરિવારમાં ચાર ભાઈ-બહેન છે. જ્યોતિને બે બહેનો અને એક ભાઈ છે. ભાઈ બહેનોમાં સૌથી નાનો છે.


Download Our B K News Today App



Related News