છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદના કારણે અનેક પાકોને નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-28 14:44:26
  • Views : 99
  • Modified Date : 2023-11-28 14:44:26

છોટા-ઉદેપુરમાં માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. કપાસ, તુવેર અને મકાઈ સહિતના પાક ધોવાઈ ગયા છે. તો ખેતરમાં લણીને રાખેલી ડાંગર પાણીમાં તરબોળ થતા ખેડૂતો માટે તે હવે નકામી બની છે. આવી પલળી ગયેલી ડાંગર પશુઓને ખાવામાં પણ ઉપયોગી કરી શકાતો નથી. ખેડૂતોએ તલાટી અને ગ્રામ સેવકને બોલાવીને વરસાદથી પાકને થયેલા નુકસાન અંગે જાણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર સરવે બાદ સહાય ચુકવે તો જગતના તાતને થોડી રાહત મળશે.મહત્વનું છે કે ખેડૂતોએ તલાટી અને ગ્રામ સેવકને વરસાદ થયેલા પાકના નુકસાન અંગે માહિતી આપી હતી અને રાજ્ય સરકાર દ્વારા ઝડપી સર્વે કરીને સહાય ચુકવવામાં આવે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે છે.

Download Our B K News Today App



Related News