અગ્નિપથ ભરતીને લઈ ડીસામાં કોંગ્રેસેના કાર્યકર્તાઓ સરકાર સામે વિરોધ કરે તે પહેલા અનેક આગેવાનોની કરાઇ અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 11:06:00
  • Views : 219
  • Modified Date : 2022-06-28 11:06:00

 

ડીસામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર દ્વારા અગ્નિપથ ભરતીની જે જાહેરાત કરી છે તેના વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તેમજ નેતાઓ દ્વારા અગ્નિપથ ભરતી ને લઈ સરકાર સામે વિરોધ કરી ધરણા યોજે તે પહેલા પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના આગેવાનો નેતાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે...

 

સરકાર દ્વારા સૈન્ય ભરતી માં અગ્નિપથ ભરતીની જાહેરાત કરી છે તેને લઈને સમગ્ર ભારતભરમાં વિરોધ થઈ ગયો છે આ સરકાર દ્વારા કરેલી અગ્નિપથ ભરતીને લઈ‌કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ અગ્નિપથ ભરતીને લઈને સરકાર સામે કોંગ્રેસના નેતાઓ દ્વારા બાયો ચડાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તા દ્વારા ડીસાના બગીચા સર્કલ પાસે આજે ધરણાંનો કાર્યક્રમ કરવા પહોંચેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ,વિધાનસભા ડીસાના પ્રભારી રિયાઝખાન ,પી.પી. ભરતિયા,નરસિંહ દેસાઈ,શૈલેષભાઇ વ્યાસ,વિપુલભાઈ ‌શાહ,દિપકભાઈ પટેલ,સહિતના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તા ની ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ધરણાનો કાર્યક્રમ કરતા અટકાવ્યા હતા તેમજ આ તમામ કોંગ્રેસના નેતા તેમજ કાર્યકર્તાઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસના ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અગ્નિપથ ભરતી ની જે જાહેરાત કરી છે કે જેમાં ચાર વર્ષ નોકરી કરવાની તે જાહેરાતને લઈને આજે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા અગ્નિપથ ભરતીને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે આ ભરતીમાં કોન્ટ્રાક્ટ પધ્ધતિ જે જાહેરાત કરવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. અને કાયમી ભરતી કરવા મા આવે. તેમજ દિવસેને દિવસે મોંઘવારી પણ વધી રહી છે જેના કારણે ગરીબ‌ લોકો છે તેને ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે જેથી સરકાર તાત્કાલિક ધોરણે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇ કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી..

Download Our B K News Today App



Related News