વાપીના ડુંગરી ફળિયા એક પછી એક સાત ભંગારના ગોડાઉનમાં આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-20 16:27:44
  • Views : 52
  • Modified Date : 2025-05-20 16:27:44

વાપી મનપા હદ વિસતારના ડુંગરી ફળિયામાં આજે મંગળવારે મળસ્કે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય છ ગોડાઉન લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગતા આસપાસમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા. લાશ્કરોએ ચાર કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતીવ

વાપી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા ભંગારના ગોડાઉન દૂર કરવા કવાયત આદરી છે. ત્યારે આજે મંગળવારે મળસ્કે વાપીના ડુંગરી ફળિયામાં અચાનક એક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. આજુબાજુમાં આવેલા અન્ય છ ગોડાઉન પણ એક પછી એક આગની લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂરદૂર સુધી ફેલાઇ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં એક સાથે સાત ગોડાઉનમાં આગ લાગતા રહીશોમાં અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

Download Our B K News Today App



Related News