મહાનગરના ભાજપા કાર્યકર્તાઓ કોરોના મહામારીના સમયમાં ‘સેવાયજ્ઞ'માં જાેતરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 11:39:16
  • Views : 408
  • Modified Date : 2021-04-23 11:40:50

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, મહાનગરના ભાજપા કાર્યકર્તાઓ કોરોના મહામારીના સમયમાં 'સેવાયજ્ઞ'માં જાેતરાયા છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટની આગેવાનીમાં દરરોજ ભાજપાના કાર્યકર્તાઓ અવિરત સેવાના કાર્યો કરી રહ્યા છે. મહાનગરના તમામ ૧૧ વોર્ડમાં ભાજપા સંગઠન, ભાજપાના સિનિયર આગેવાનો, અગ્રણીશ્રીઓ, ભાજપાના ઉમેદવારો, કાર્યકર્તાઓ સેવા પરમો ધર્મ'ના ભાવ સાથે જનસેવામાં લાગ્યા છે. ટિફિન સહાય, જરૂરિયાતમંદને દવા સહાય, ઉકાળા વિતરણ, હોમ સેનેટાઈઝેશન, વેકસીનેશન કેમ્પ, અંતિમધામમાં સેવા સહિતના કાર્યો થકી નગરવાસીઓને બનતી તમામ સહાય કરવાના પ્રમાણિક પ્રયાસો ભાજપા કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સ્થાનિક સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન સાધી વધુમાં વધુ જરૂરીયાતમંદ સુધી સહાય
પહોંચાડવાના સફળ પ્રયત્નો ભાજપા દ્વારા થઈ રહ્યા છે.
મહાનગરના ભાજપા અધ્યક્ષ ઋચિર ભટ્ટે સેવા એ જ સંગઠનના ભાવ સાથે સેવાકાર્યમાં જાેડાયેલા તમામ ભાજપા કાર્યકર્તાઓ અને સામાજિક સેવાભાવી સંસ્થાના વોલ્યેન્ટિયર્સનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

Download Our B K News Today App



Related News