ડીસાના રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 11:54:19
  • Views : 380
  • Modified Date : 2019-10-19 11:54:19

ડીસા રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં પાંચમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકોને સ્થળ
ઉપર જ આધારકાર્ડ, અમૃતમ કાર્ડ અને રેશનકાર્ડ જેવા
યોજનાનો લાભ સ્થળ ઉપર જ કરી આપવામાં આવ્યા હતા. સેવાસેતુ કાર્યક્રમમાં ગરીબ લાભાર્થીને ગેસના કનેક્શન ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલિકા જયાબેન દ્વારા મામલતદારના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અનેક વિવિધ યોજના અધિકારીઓ દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ડીસા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જયંતિભાઇ, જિલ્લા પંચાયત સભ્ય મોહનભાઇ જોષી, ડેપ્યુટી
સરપંચ હરગોવનભાઇ, તલાટી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News