ગુજરાત પોલીસની માનવતા મહેકી ઉઠી ગુજરાત પોલીસ સિંઘમનું સેવાપ્રેમી સ્વરૂપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:29:35
  • Views : 408
  • Modified Date : 2020-04-08 11:29:35

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના નામના વાયરસના ભરડામાં સપડાઈ ગયું છે. આ કોરોના નામનો રાક્ષસને જ્યારે આતંક મચાવી રહ્યો છે ત્યારે તેને નાથવા માટે આપની સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહી છે. જેના પગલે હાલમાં ૧૫ એપ્રિલ સુધી સમગ્ર ભારતને લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે અને જીવન જરૂરીયાત સિવાયની તમામ સ્થાનીક ઓફિસો, ટ્રાન્પોર્ટેશન તેમજ અન્ય ઘણી બધી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
આ મહામારી વચ્ચે લોકડાઉનની સ્થતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી ને જરૂરીયાતમંદ લોકોની સહાય કરવામાં લાગેલ છે. તેની વચ્ચે પોલીસ પણ કાયદાની સાથે સાથે લોકસેવામાં લાગેલ છે.  રાજકોટના વતની અને ક્ષત્રિય કુળમાં જન્મેલા એવા
જયપાલસિંહ જાડેજા જેઓએ કોડીનારથી ઉચ્ચ અભ્યાસ લઈ અને ગુજરાત પોલીસમાં ભરતી થયેલ. જેઓ હાલ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઈન્સપેક્ટર તરીકે
પોતાની ફરજ બજાવે છે. તેઓ હરહંમેશ પોતાની ફરજ સાથે સાથે સેવાકીય પ્રવૃત્તીઓ સાથે પણ જાડાયેલા રહે છે.   તેઓની પ્રશંસનીય કામગીરી અને લોકસેવાના કાર્યોમાં તેઓનું નામ હરહંમેશ મોખરે જ રહે છે. જયપાલસિંહ જેવા સેવાભાવી
યુવાનોના લીધે ગુજરાત પોલીસ અને સમગ્ર ગુજરાત પણ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
સોલા પોલીસ ઈન્સપેક્ટર જયપાલસિંહ જાડેજા દ્વારા પોતાના વિસ્તારમાં આવેલ ન્યુ એેસ.જી.રોડ સોસાયટી એસોસીએશનને સાથે રાખી અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ અલગ અલગ  સોસાયટીઓમાં કાયમી ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડોને રાશનની કીટ તેમજ જરુરીયાતમંદ મજદૂર લોકોને દરરોજ જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. તેમજ ખુબજ મહત્વની વાત તો એ છે કે પોતાનોજ પરિવાર સમજી અને પોતાના સાથીદાર મિત્રોની ચા-પાણી અને જમવાની વ્યવસ્થા પણ સોલા પોલીસ સ્ટેશનમાં જ કરાવેલ છે.  તેઓના આ ઉમદાકાર્યને લોકો બીરદાવી રહ્યા છે. મિડીયા સાથેની વાતચીતમાં ન્યુ એસ.જી.રોડ સેસાયટી એસોશીયનના પ્રતિનિધિ હિતેશભાઈ રાણાએ પણ જયપાલસિંહ જાડેજાના આ ઉમદા કાર્યને બિદરાવતા કહ્યુ હતુ કે, ખરેખર જયપાલસિંહ જાડેજા જેવા યુવા, ઉત્સાહી અને સેવાભાવી પોલીસ ઈન્સપેક્ટર અમારા વિસ્તારને મળ્યા તે અમારા માટે ખુબજ ગૌરવની વાત છે.

Download Our B K News Today App



Related News