અમીરગઢમાં સેલ્ટર હોમમાં લોકોને અપાતા ભોજનના ખોટા બીલો ઉધારતા સેવકોએ હોબાળો મચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 11:41:08
  • Views : 491
  • Modified Date : 2020-04-23 11:41:08

કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવેલ હતું. જેથી અન્ય રાજ્યોમાંથી મજુરી અર્થે આવેલ લોકો ગુજરાતમાંથી પોતાના વતનમાં જવા  માટે
પગપાળા નીકળતા અમીરગઢ બોર્ડર પર તેઓને અટકાવી હોમ  કોરોન્ટાઇન કરાતા મોડલ સ્કૂલ તથા આદિજાતિ કન્યા છાત્રાલયમાં બનાવેલ સેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. જેઓને  અમીરગઢના દાતાઓ તરફથી ભોજનની સુવિધા
આપવામાં આવતી હતી. પરંતુ ૩૧ માર્ચ થી ૩ એપ્રિલ સુધી તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની જવાબદારી સ્થાનિક સેવાભાવી લોકો
આપી રહ્યા હતા. આ દિવસોનું બિલ એક લાખ પંદર  હજાર આપવામાં આવતા મામલતદાર તરફથી ૨.૧૫ % સેશ કાપી એકલાખ બાર હજાર જેટલું આપવામાં આવેલ હતું. પરંતુ અન્ય સેવકો દ્વારા એનો વિરોધ કરતા મામલતદાર ઓફિસમાં હોબાળો મચાવ્યો હોવાથી મામલતદારની તપાસ શરૂ થતા ચેક લઈ જનાર લોકોએ ૬૭ હજારનો ચેક પરત કરવામાં આવતા મામલતદાર તરફથી સ્વીકારવામાં આવેલ ન હતો અને કલેકટર ના આદેશ અનુસાર કાર્યવાહી કરવાનું અમીરગઢ મામલતદાર પ્રજાપતિએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News