પાલનપુર સિવિલ હોસ્પિટલના સેવકોની હડતાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 10:28:58
  • Views : 437
  • Modified Date : 2019-07-18 10:28:58

પાલનપુર સિવિલ
હોસ્પિટલનું ખાનગી કરણ કરાયા બાદ હવે ત્યાં ફરજ બજાવતાં સેવકોને આડેધડ છુટા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે બુધવારે તમામ સેવકો જિલ્લા કલેકટરને રજૂઆત કરી હડતાલ ઉપર ઉતરી જતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે તંત્ર દ્વારા તેમની સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં મેડીકલ કોલેજ મંજુર થયા બાદ સરકારી સિવિલ હોસ્પિટલનું ખાનગી કરણ કરવામાં આવ્યું છે. જેનો વહિવટ બનાસડેરીના ગલબાભાઇ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જોકે, સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ બાદ ત્યાં ફરજ બજાવતાં કર્મચારીઓની હાડમારીઓ વધી હોવાના અને તેમને વિના કારણે પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. દરમિયાન આ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં સેવકોને આડેધડ છુટા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે બુધવારે તમામ સેવકો જિલ્લા કલેકટરને રજૂઆત કરી હડતાલ ઉપર ઉતરી જતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે તંત્ર દ્વારા તેમની સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે સેવકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ કે, અમો અહિંયા વર્ષોથી નોકરી કરીએ છીએ.
 પરંતુ ખાનગીકરણ બાદ અમારા પગારમાં પણ
કાપ મુકવામાં આવ્યો છે. ઓછા પગારમાં ઘરનું ગુજરાન ચાલતું નથી. બીજી તરફ વહિવટકર્તાઓ દ્વારા અમને આડેધડ છુટા કરવામાં આવી રહ્યા છે.
જેથી ના છુટકે હડતાલ
પાડવી પડી છે. જેની સઘળી જવાબદારી ખાનગી ટ્રસ્ટની છે. આ અંગે અમોએ જિલ્લા કલેકટરને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. દરમિયાન  સેવકોની
હડતાલથી સિવિલ
હોસ્પિટલનું કામ ખોરવાઇ ગયું હતુ. જોકે, આ અંગે તંત્ર દ્વારા તેમની સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News