નાગરીકો અને સરકાર વચ્ચે ખરા અર્થમાં સેતુ બનતો “સેવા સેતુ કાર્યકમ”

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-16 18:01:43
  • Views : 225
  • Modified Date : 2024-10-16 18:01:43

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા એકપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચીત ન રહે તેમજ સામાન્ય - છેવાડાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ હેતુસર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં દસમાં તબક્કાનો "સેવા સેતુ કાર્યક્રમ" દસાડા ધારાસભ્ય પી. કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં વડગામ ખાતે યોજાયો હતો. જેમાં અરજદારોના જુદાજુદા ૪૭૩૪ જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ થકી વડગામ, વિસનગર, સુરેલ, રોઝવા, પાડીવાડા, સુસીયા, ગોસાણા, માનાવાડા, મેરા, નાવિયાણી,  વાલેવડા, છત્રોટ, ઝાડિયાણા, સલી,  નવાપુરા, ફતેપુર, ભલગામ, આદરીયાણા, એરવાડા, વણોદ,  આલમપુરા, એછવાડા, પાનવા, ધામા, વચ્છરાજપુરા, ઝીંઝુવાડા, વિસાવડી, ઝેઝરા, દસાડા, ગવાણા, જગદીશણ, અંબાળા, મેતાસર, કઠાડા, રૂસ્તમગઢ, રસુલાબાદ, જૈનાબાદ, મુલાડા, નગવાડા, મીઠાખોડા, સાવડા, માલણપુર અહેમદગઢ સહીત કુલ ૪૨ જેટલા ગામોના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ૧૩ જેટલા વિભાગની ૫૫ જેટલી સેવાઓથી લાભાન્વિત થયા હતા.આ સેવા સેતુ કાર્યક્રમમાં ડીવમીંગ, ૭/૧૨,૮-અ ના પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં ઈ-કેવાયસી, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, રદ કરવા, આધારકાર્ડમાં સુધારા વધારા, મિલકત આકારણીના ઉતારા, આવકના દાખલા, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જન્મ મરણ પ્રમાણપત્ર સહીત જુદી જુદી કુલ ૪૭૩૪ અરજીઓ મળી હતી. પ્રાપ્ત થયેલ તમામ અરજીઓનો ૧૦૦% હકારાત્મક ઉકેલ લવાયો હતો.આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, આગેવાનઓ તેમજ નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નોના તત્કાલ નિકાલ માટે આ કાર્યક્રમમાં મામલતદાર એચ. જે. અમીન, તાલુકા વિકાસ અધિકારીવી. જે. પરમાર સહિત સંબધિત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Download Our B K News Today App



Related News