રાષ્ટ્રપતિ ચંન્દ્રક પછી વિશિષ્ટ સેવા મેડલ તરફ નજર રાખતા પીઆઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 11:28:41
  • Views : 283
  • Modified Date : 2021-02-04 11:28:41

પોલીસ વિભાગમાં સતત એક પણ કાળી ટીલી વિના ફરજ બજાવ્યા બાદ રાષ્ટ્રપતિ ચંન્દ્રક માટે પસંદગી કરાય છે. ત્યારે ભ્રષ્ટ્રાચારના સમયમાં આ પ્રકારની કામગીરીને જ મહત્વનંુ માનવામાં આવે છે. ગાંધીનગર એન્ટેલીજન્સમાં ફરજ બજાવતા હિતેશદાન ગઢવીને રાષ્ટ્રપતિ ચંન્દ્રક માટે પસંદ કરાયા છે. આ સન્માનને અધિકારીએ પોતાના ઉચ્ચ અધિકારીઓને સર્મપિત કર્યો છે. અધિકારીએ કહ્યુ હતુ કે, હવે મારૂ સ્વપ્ન પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતા વિશિષ્ટ સેવા મેડલ લેવાનંુ છે.
સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં ભૂમાફિયાઓન મોટા પ્રમાણમાં ત્રાસ વર્તાતો હતો. તેવા સમયે પાટણ એસઓજી અને વડોદરા આરઆર સેલમાં ફરજ બજાવનાર હિતેશદાન ગઢવીને પીઆઇ તરીકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી સોપવામાં આવી હતી. તે દરમિયાન પીઆઇ ગઢવીએ અનેક ખૂંખાર કહેવાતા ભૂમાફિયા અને ગુંડાઓને બકરી બનાવી દીધા હતા. જેને લઇને ગઢવીને રાષ્ટ્રપતિ ચંન્દ્રક માટે પસંદ કરાયા છે.
રૂષિવંશી સેવા સમાજના પ્રમુખ હેમરાજ પાડલીયા દ્વારા પીઆઇ એચ. એમ.ગઢવીને મોમેન્ટો
આપી સન્માનિત કર્યા હતા. આ સમયે ગઢવીએ કહ્યંુ હતંુ કે, પોલીસ વિભાગમાં વિવાદ વિના નોકરી કરવીએ જ મહત્વનુ છે. અનેક પ્રકારના આક્ષેપ થતા હોય છે. ત્યારે મને સન્માનિત કરાયો છે એટલે ગર્વ અનુભવુ છે. સાથે સાથે આ સન્માન હુ મારા ઉચ્ચ અધિકારીઓને સર્મપિત કર્યું છે. હવે આગામી સમયમાં
પોલીસ વિભાગ દ્વારા
આપવામાં આવતા વિશિષ્ટ સેવા મેડલ મેળવવા મહેનત કરીશ.

Download Our B K News Today App



Related News