38 લાખના ડ્રગ્સ કેસમા આરોપી જાવેદ અલી સૈયદની વચગાળાના જામીન માટેની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 17:38:03
  • Views : 521
  • Modified Date : 2020-11-10 17:38:03

             ગુજરાતમાં ડ્રગ માફિયાઓ સક્રિય બન્યાં છે. પોલીસે પણ રાજ્યમાં નશીલા માદક પદાર્થોના ઉત્પાદન અને વેચાણને રોકવા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં 38 લાખની કિંમતનું એમ.ડી ડ્રગ્સ ATSએ પકડી પાડ્યું હતું અને આ કારોબારમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરી હતી. હવે આ કેસમાં જાવેદ અલી સૈયદના 30 દિવસના વચગાળાના જામીન માટેની અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.અમદાવાદમાં દાણીલીમડા ઢોર બજાર ચાર રસ્તા થી શાસ્ત્રી બ્રિજ તરફ જતા બે શખ્સો ડ્રગ્સ સપ્લાય કરતા હોવાની બાતમી ATSને મળી હતી. ATSની ટીમે બાતમીને આધારે આ રસ્તે જઈ રહેલી સ્વિફ્ટ કારને પકડી પાડી હતી. જેમાં નસરુદ્દીન ઉર્ફે નન્નું મહેમુદ કઠિયારા અને જાવેદ અલી લિયાકત અલી સૈયદને પકડી પાડયા હતા. તેમની કારમાંથી 38 લાખની કિંમતનું 380 ગ્રામ એમ.ડી ડ્રગ પકડાયું હતું. આ જથ્થો મધ્યપ્રદેશના પ્રતાપગઢના અકબર ખાન પઠાણ મારફ્તે ઇન્દોરથી ખરીદી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે એટીએસ એ વઘુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News