વડગામ તાલુકા મથકે સેવા સેતુ કાર્યકમ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-04 14:14:40
  • Views : 288
  • Modified Date : 2021-08-04 14:14:40

     વડગામ પ્રાથમિક શાળા ખાતે રાજય સરકાર દ્વારા આયોજીત સેવાસેતુ કાર્યક્રમ વડગામ તાલુકા ભાજપ પ્રભારી માધુભાઈ રાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઈ ગોળ તેમજ વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણસિહ રાણા અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યા હતા..કાર્યક્રમમાં આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ માટેની ચાલતી યોજનાઓ વિષે માહિતી આપેલ અને લાભાર્થીઓને સરકાર દ્વારા ચાલતી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર વડગામ પ્રાથમિક શાળામાં વડગામ, લીબોઈ,, વરવાડીયા ઈસ્લામપુરા,, પરખડી,, શમશેરપુરા,,, ભરોડ,, છનિમાણાના આઠ ગામોના લોકોને સરકાર દ્વારા ચાલતી યોજનાઓની માહિતી અને સ્થળ ઉપર આવકના દાખલા,, આધારકાર્ડ,, જાતિના દાખલા જેવી અન્ય યોજનાઓના લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો.

Download Our B K News Today App



Related News