ડીસાની ચી.હ.દોશી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 11:02:19
  • Views : 307
  • Modified Date : 2022-06-05 11:02:19

 

સરકાર દ્વારા અનેક વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી રહી  છે અને યોજનાનો લાભાર્થી સુધી પોહચે અને લોકોને ધક્કા ખાવા પડે અને હેરાન થવું પડે અને યોજનાનો લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં વોર્ડ નંબર 8.9 અને 10 માં ડીસા નગરપાલિકાના પાલિકા ઉપ પ્રમુખ સવિતાબેન હરિયાણીની અધ્યક્ષતામાં ચી..દોશી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ડીસાના ચી..દોશી પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થતા પાલિકા ઉપ પ્રમુખ સવિતાબેન હરિયાણી, રાજુભાઈ ઠાકોર,હિતેશભાઈ મોઢ , દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ માં સરકાર દ્વારા લાભાર્થીઓ માટે જાહેર કરેલી અનેક વિવિધ યોજના લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે તમામ કર્મચારીઓ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજે  મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓનો સીધો લાભ લાભાર્થી લીધો હતો.આજે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ માં  મોટી સંખ્યામાં લોકોએ સરકાર ની વિવિધ યોજના નો લાભ લીધો હતો

Download Our B K News Today App



Related News