ડીસા શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : વિવિધ સરકારી યોજનાઓનો લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:42:29
  • Views : 208
  • Modified Date : 2022-04-10 11:42:29

સરકાર દ્વારા અનેક વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી રહી  છે અને આ યોજનાનો લાભાર્થી સુધી પોહચે અને લોકોને ધક્કા ન ખાવા પડે અને હેરાન ન થવું પડે જેથી યોજનાનો લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના ડીસા શહેરમાં વોર્ડ નંબર 1 2 6 અને 7 માં ડીસા નગરપાલિકાના પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો ડીસાના નહેરુ નગર ટેકરા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ સેવા સેતુ કાર્યક્રમ માં સરકાર દ્વારા લાભાર્થીઓ માટે જાહેર કરેલી અનેક વિવિધ યોજના લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે તમામ કર્મચારીઓ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આજે  મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓનો સીધો લાભ લાભાર્થી લીધો હતો.આજે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ માં  મોટી સંખ્યામાં લોકોએ સરકાર ની વિવિધ યોજના નો લાભ લીધો હતો

Download Our B K News Today App



Related News