ડીસામાં ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફરના કેમેરા લઈ નોકર ઇસમ ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:48:14
  • Views : 1384
  • Modified Date : 2022-05-22 10:48:14

ડીસામાં ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફરના કેમેરા લઈ નોકર ઇસમ ફરાર

અઢી લાખ ના કેમેરા લઈ ફરાર ઇસમ સામે ડીસા તાલુકા મથકે ફરિયાદ ------------

ડીસા ના આખોલ ગામે લગ્ન માં ફોટોગ્રાફી કરવા આવેલા ફોટોગ્રાફર ના કિંમતી કેમેરા તેની સાથે આવેલા નોકર  લઈ ને ફરાર થઈ જતા  આ મામલે ફોટોગ્રાફર દ્વારા ડીસા તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે

 

ડીસા સહિત સમગ્ર રાજ્ય માં હાલ લગ્નસરા ની સિઝન પુરબહાર માં ખીલી છે કોરોના ની મહામારી ના બે વર્ષ જેટલા લાબા સમય બાદ લગ્ન ની સિઝન ના પગલે શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર માં પણ લગ્નો યોજાઈ રહ્યા છે ત્યારે લગ્ન પ્રસંગ માટે લોકો ફોર્ટોગ્રાફર ને પણ બોલાવતા હોય છે ત્યારે ડીસા  નજીક આવેલ આખોલ ગામે એક લગ્ન પ્રસંગે સુરત ખાતે રહેતા નારણભાઇ નાનચંદ ભાઈ જોશી તેમના નોકર  દેવરાજભાઈ મેઘરાજભાઈ જાગીડ સાથે ફોટોગ્રાફી કરવા માટે  આવ્યા હતા અને ૧૮૫૨૨ ના રોજ દિવસ દરમિયાન લગ્ન પૂર્ણ થયા બાદ  ૧૯૫૨૨ના રોજ રાત્રે તેમના નોકર સાથે  સુઈ ગયા હતા અને પોતાના કેમેરા તેમની ગાડી માં મુક્યા હતા તે દરમિયાન વહેલી સવારે નારણભાઇ જાગેલા અને બાજુમાં સુતેલા તેમનો નોકર  દેવરાજભાઇ પથારી માં હાજર જણાયેલ  નહિ જેથી નારણભાઇ એ તેને ફોન કરતા તેને  જણાવેલ કે મારા મિત્ર ને મળવા આવ્યો છું થોડીવાર માં ત્યાં આવું છું પરંતુ થોડા  સમય બાદ નારણભાઇ એ ફરીવાર ફોન કરતા નોકર દેવરાજભાઈ ને ફોન ઉપાડેલ નહિ અને ત્યારબાદ તેનો મોબાઈલ ગોન  સ્વીચ ઓફ કરી દેતા  નારણભાઇ  ને શંકા ગયેલી અને બહાર પોતાની ગાડી માં કેમેરા મુકેલા તે ગાડી પણ  જોવા મળી ન હતી જેથી તેઓ એ    ગાડી ની તપાસ કરતા ડીસા બસસ્ટેન્ડ નજીક ના પાર્કિંગ માં ગાડી તો  મળી આવેલ પરંતુ ગાડી ના દરવાજા ખુલા હતા અને તેમાં  મુકેલા કેનોન કમ્પની ના કેમેરા બે  તેમજ લેન્સ અને એલ ઇ ડી મળી કુલ ૨,૪૬,૫૦૦ નો સમાન તેમનો નોકર દેવરામભાઈ ચોરી કરી ફરાર થઈ ગયેલો છે તેવું ધ્યાને આવતા  તેઓ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને આ મામલે નારણભાઇ એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરાર નોકર દેવરાજભાઈ મેઘરાજભાઈ જાગીડ રહે.રાજસ્થાન વાળા વિરુધ રૂપિયા ૨,૪૬,૫૦૦ ના કેમેરા ની ચોરી બાબત ની  ફરિયાદ નોંધવાતા પોલીસે તેમની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

Download Our B K News Today App



Related News