ડીસામાં પાણિપુરીની લારી ચલાવતા યુવક પર તેની પત્નીએ કર્યા ગંભીર આક્ષેપો :

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 11:18:57
  • Views : 7677
  • Modified Date : 2022-03-10 11:18:57

ડીસામાં પાણિપુરીની લારી ચલાવી રહેલા એક યુવક પર તેની પત્નીએ ગંભીર આક્ષેપો કર્યા છે.. મહિલા જણાવી રહી છે ત્રણ ત્રણ લગ્ન કરનાર આ યુવક તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે.. અને તેના સંતાનોને પણ પરેશાન કરી રહ્યો છે..

 

  ડીસાના ઉત્તર પોલીસ મથકમાં ન્યાય મેળવવા આવેલી આ મહિલાનું નામ છે.. ઉત્તર પ્રદેશની આ મહિલાએ ડીસામાં પાણી પુરીનો વ્યવસાય કરતાં મહેન્દ્ર ખત્રિ નામના યુવક સાથે એકાદ વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા.. મોનિકાના અગાઉ લગ્ન થયેલા અને તેને બે સંતાનો પણ હતા.. તે સમયે મહેન્દ્રએ મોનિકાને તેના સંતાન સાથે સ્વીકારવાની ખાતરી આપીને લગ્ન કર્યા હતા.. પરંતુ લગ્ન બાદ મોનિકાને ખ્યાલ આવ્યો કે મહેન્દ્ર અગાઉ પણ બે વાર લગ્ન કરી ચૂક્યો છે અને બંને મહિલાઓને કિન્નર જણાવીને છૂટાછેડા આપી દીધા હતા.. અને હવે મહેન્દ્ર મોનિકાને પણ શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યો છે.. મોનિકાના તેના સંતાનોની જરૂરિયાત માટે મહેન્દ્ર પાસે કોઈ માંગણી કરે ત્યારે મહેન્દ્ર તેને કોઈ મદદ કરતો નથી.. જેથી આજે મોનિકા ન્યાય માટે ડીસા શહેર ઉત્તર પોલીસ મથક ખાતે પહોંચી હતી અનેન્યાય માટે ગુહાર લગાવતી નજરે પડી હતી...

 

ગઇકાલે આઠ માર્ચ એટ્લે કે મહિલા દિવસ હતો અને મહિલા દિવસ પર આપણે જોયું કે દેશભરમાં મહિલાઓને સન્માનીત કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. પરંતુ દેશમાં આવી પણ મહિલાઓ છે કે જેને અનેક યાતનાઓ સહન કરવી પડી રહી છે.. દેશમાં આવી મહિલાઓને જ્યારે ઝડપી અને યોગ્ય ન્યાય મળશે ત્યારે જ મહિલા દિવસની ઉજવણી સાર્થક ગણાશે...

Download Our B K News Today App



Related News