ડીસાના ગાયત્રી મંદિર પાસે શેરડીનું ધૂમ વેચાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-12 12:40:13
  • Views : 437
  • Modified Date : 2019-11-12 12:40:13

બનાસકાંઠા જિલ્લામાં દેવદિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે અનેક તાલુકાઓમાં ભાતીગળ મેળા ભરાય છે. ત્યારે આ મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળાને લઈ ડીસાના ગાયત્રી મંદિર પાસે શેરડીનું મોટા પ્રમાણમાં વેચાણ થતું જાવા મળ્યું હતું.
હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું મહત્વ રહેલું છે તેમાં ખાસ કરીને દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવારમાં લોકો એકબીજાના ઘરે જઈ સાથે મળી આ તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે દિવાળી બાદ પૂનમના દિવસે દેવ દિવાળીનો તહેવાર આવે તે દિવસે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકામાં ભાતીગળ મેળાઓ ભરાય છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના આગથળા અને લાખણાસર ગામે  દેવ દિવાળી નિમિત્તે ભાતીગળ મેળા ભરાય છે. જેમાં લોકો
દૂર-દૂરથી ભગવાનના દર્શન કરવા અને મેળામાં ફરવા માટે આવે છે. ત્યારે આ મેળાને લઇને સોમવારના રોજ ડીસા ગાયત્રી મંદિર પાસે નાસિક અને ભિલોડાથી મોટા પ્રમાણમાં શેરડી વેચાવા માટે આવી હતી. તે શેરડીની ખરીદી કરવા માટે ડીસાના વેપારીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ગત વર્ષે શેરડીનો ભાવ ૫૦ રૂપિયા હતો ત્યારે આ વર્ષે આ શેરડીનો ભાવ ૫૦ થી ૮૦ રૂપિયા જેટલો મળતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.


Download Our B K News Today App



Related News