હાર્દિક હુંડિયાના અભિનયમાં છુપાયેલા સંદેશને જીવનમાં ઉતારીને સુરતના હિરા વ્યાપારીએ શેરબજારમાં કામ નહીં કરવાનું પ્રણ લીધું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:18:36
  • Views : 462
  • Modified Date : 2020-10-18 11:18:36

જાણીતા વરિષ્ઠ પત્રકાર અને સમાજમાં એક ઉમદા સંદેશો
આપવાના હેતુથી અભિનયના માધ્યમથી પોતાના વિચારો લોકો સુધી પહોંચાડનારા સ્ટાર રિપોર્ટના પ્રધાન સંપાદક હાર્દિકજી હુંડીયાએ તેમના પત્રકારિતાના ક્ષેત્રમાં કલમના સાચા પ્રહરી બનીને સમાજની સેવા કરેલ છે. વિશ્વમાં પ્રસિદ્વ સબ ટી.વી. પરથી પ્રસારિત ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આશિતભાઈ મોદી અને હાર્દિકભાઈ પરમ મિત્ર છે. મિત્રતાની સાથે સાથે આશિતભાઈ હાર્દિકજીના અભિગમના પણ પ્રસંશક છે. વર્તમાનની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની આ ગંભીર બિમારી સામે દેશ અને દુનિયા લડી રહી છે. વેપારીઓ, નોકરિયાત લોકો, વિદ્યાર્થી સહિત બધા લોકો લોકડાઉનના કારણે તકલીફમાં છે. આ બધી વર્તમાન
પરિસ્થિતિને બહુ સકારાત્મક અને સાચી દિશા સાથે ધારાવાહિકની કથાવસ્તુમાં ઢાળીને સંસારને એક ઉત્તમ સંદેશ આપવાનું કાર્ય આશિતભાઈ મોદી કરે છે.
વેપારીઓને સાચી દિશા મળે, સાચી સલાહ મળે તેને અભિવ્યક્તિ દ્વારા હાર્દિકજી હુંડીયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સંદેશ આપ્યો છે. પ્રસારિત થયેલ એપિસોડમાં તેજીભાઈના પાત્રમાં હાર્દિકભાઈએ આ ધારાવાહિકના પાત્ર જેઠાલાલને એક મિત્રની જેમ સલાહ આપી કે કોરોનાની આ
પરિસ્થિતિમાં વ્યાપાર અને
પૈસાની લેવડ-દેવડમાં બહુ જ સમજદારી રાખવાની જરૂર છે. નહીં તો રૂપિયાના દસ પૈસા થઈ જતા વાર નઈ લાગે. વધુમાં તેઓેએ જેઠાલાલને કહ્યું કે શેરબજારમાં તો ભૂલથી પણ
પૈસાનું રોકાણ કરતા નહીં. હાર્દિકભાઈના આ અભિનયમાં છુપાયેલા ઉમદા સંદેશાને સુરતના હિરા વ્યાપારી નિહાર શાહે
પોતાના જીવનમાં ઉતારી લીધો. તેઓએ તે જ સમય પ્રણ લીધું કે તે હવે પોતાની મહેનતથી કમાયેલા આ પૈસા આ શેર બજારમાં લગાડીને પૈસાને ડુબાડવાનું કામ ક્યારેય નહીં કરે. નિહાર શાહે પોતાના મનોભાવને વ્યક્ત કરતા જણાવ્યું કે મહેનત કરીને અમીર બનો, નીતિથી કમાયેલા પૈસા પ્રસિદ્વી આપે છે. શોર્ટકટથી અરબપતિ બનવાના ચક્કરમાં જે છે તે પણ ડુબી જાય છે. અને બદનામી મળે તે અલગથી. હાર્દિકભાઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બધી વાત અભિનયના માધ્યમથી  લોકો સુધી પહોંચાડી છે. સમાજને સાચો માર્ગ બતાવ્યો છે. તેમણે જે સલાહ આપી તે મારા મનમાં ઉતરી ગઈ અને મેં તે જ સમયે ર્નિણય લીધો કે શેરબજારમાં ક્યારેય પૈસાનું રોકાણ નહીં કરું હું મારી મહેનતના પૈસા બીજાની કંપનીમાં શા માટે લગાડીને નુકસાન વહોરૂ.
નિહાર શાહે કહ્યું કે આટલો, સુંદર તટસ્થ અને પારદર્શી સંદોશો ઉમદા અભિનય દ્વારા સમાજને આપનાર વરિષ્ઠ પત્રકાર અને આપણા સૌના સાચો માર્ગ બતાવનાર હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમના ઉમદા અભિનય માટે અભિનંદન આપું છું. હાર્દિકજી હુંડીયાએ અભિનય સાથે સાથે તેમની લેખની અને લોકો સાથે વાર્તાલાપ કરીને સાચી દિશાએ અનેક લોકોને વાળ્યા છે. કોઈને સાચો માર્ગ બતાવવો ખૂબજ  પુન્યનું કામ છે. હાર્દિકજી હુંડીયાએ અનેક લોકોના જીવન સુધાર્યા છે.

Download Our B K News Today App



Related News