શેરબજારમાં મંદી ઃ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ગગડીને બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:40:19
  • Views : 531
  • Modified Date : 2019-04-09 05:40:19

શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જાવા મળી હતી. મૂડીરોકાણકારો આ સપ્તાહમાં માર્ચ ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને
ઉત્સુકતાપૂર્વક રાહ જાઈ રહ્યા છે. પરિણામ આવવાની શરૂઆત ન થાય ત્યાં સુધી રોકાણકારો જંગી રોકાણ
કરવાના મૂડમાં નથી. ઉપરાંત ઓઇલ સેક્ટરમાં વેચવાલી જાવા મળી હતી. હાલમાં નફો મેળવી લીધા બાદ પ્રોફિટ બુકિંગની Âસ્થતિ પણ જાવા મળી રહી છે. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને ૩૮૭૦૧ની નીચી સપાટી રહ્યો હતો. બજાજ ફાઈનાન્સના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. ઇન્ડેક્સના ૩૦ ઘટક પૈકી ૨૧ શેરમાં મંદી રહી હતી જ્યારે ૯ શેરમાં તેજી રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૧૧ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૩૯૮ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૫૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૮૭ રહી હતી. શેરબજારમાં બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૧૬૫૦ની સપાટી રહી હતી તેમાં ૬૧ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં આઈટી સિવાય મંદી રહી હતી. પીએસયુ બેંક અને મિડિયા
કાઉન્ટરો ઉપર મંદી રહી હતી. નિફ્ટી રિયાલીટીમાં પણ ઉથલપાથલનો દોર રહ્યો હતો. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧૦૫ પોઇન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક Âસ્થતિ આને માટે જવાબદાર છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇÂક્વટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું.
૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા
એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા
વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News