સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું- 31 જુલાઈ સુધી પરિણામ જાહેર કરો, 10 દિવસમાં ઇન્ટરનલ અસેસમેન્ટ સ્કીમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:57:54
  • Views : 300
  • Modified Date : 2021-06-24 13:57:54

     સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે રાજ્ય બોર્ડોને 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની માગ વાળી અરજી પર સુનાવણી હાથ ધરી. આ દરમિયાન કોર્ટે તમામ રાજ્ય શિક્ષા બોર્ડને આદેશ આપ્યો છે કે 31 જુલાઈ સુધી 12માં ધોરણનું પરિણામ જાહેર કરી દો. આની સાથે કોર્ટે 10 દિવસમાં ઇન્ટરનલ અસેસમેન્ટ સ્કીમ તૈયાર કરવા માટે પણ ટકોર કરી છે.

      આની પહેલા કોર્ટે ભારતના દરેક રાજ્યના બોર્ડ માટે અસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા સંદર્ભે આદેશ જાહેર કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે કહ્યું કે રાજ્ય અને તેમના બોર્ડ પોતાની નીતિ ઘડવા માટે સ્વતંત્ર છે. જેથી આ ક્ષેત્રે ટકોર કરવાની જરૂર નથી.સુપ્રીમ કોર્ટના વકીલ અનુભા સહાય શ્રીવાસ્તવે અરજી દાખલ કરીને માગ કરી હતી કે રાજ્ય બોર્ડના 12માં ધોરણની પરીક્ષાને સ્થગિત કરે. અરજી લાંબા સમયથી પેન્ડીંગ હતી. આ સમય દરમિયાન રાજ્યએ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો. 6 રાજ્યોમાં 12મા ધોરણની પરીક્ષા પહેલા જ થઈ ચૂકી છે. આન્ધ્ર પ્રદેશમાં આ નિર્ણય લેવાનો બાકી છે. તેવામાં અરજકર્તાએ કોર્ટમા માગ કરી કે તમામ પરીક્ષાઓ રદ કરીને અસેસમેન્ટની એક જેવી સ્કીમ બનાવવા માટે આદેશ જાહેર કરવો જોઇએ.આન્ધ્ર પ્રદેશમાં 12મા ધોરણ અંગે રજૂ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્થાનિક સરકારને કહ્યું કે સામાજિક અંતર અને શારીરિક અંતર જાળવીને પરીક્ષા હોલમાં 15થી 20 વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા કેવી રીતે કરશો? કોર્ટે આંધ્રના એફિડેવિટને ટાંકીને કહ્યું હતું કે ઓછામાં ઓછા તમારા પરીક્ષકોની કુલ સંખ્યાની બેઠક વ્યવસ્થા માટે 34,600 રૂમની આવશ્યકતા રહેશે, કેવી રીતે મેનેજ કરશો?    

     જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની ખંડપીઠે આન્ધ્ર પદેશ સરકારને પૂછ્યું હતું કે તમે જુલાઈના અંતિમ સપ્તાહે પરીક્ષાના ઓયોજનની વાત ઉચ્ચારી હતી. સૌથી પહેલા સ્થિતિ અનિશ્ચિત છે, જો તમે પરીક્ષાનું આયોજન કરી પણ લીધું તો પરિણામ ક્યાં સુધી આપશો? શું દેશ-વિદેશના વિશ્વ વિદ્યાલયો તમારા પરિણામની રાહ જોઈને બેઠા રહેશે? આ બધુ કેવી રીતે મેનેજ કરશો?ગત સપ્તાહે CBSE બોર્ડના વર્ગ 12ના પરિણામો તૈયાર કરવા માટે બનાવવામાં આવેલી 13 સભ્યોની સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પણ પોતાનો અહેવાલ આપ્યો હતો. જેમાં બોર્ડે પરિણામ જાહેર કરવાની ફોર્મ્યુલા વિશે જણાવ્યું હતું. બોર્ડના ડ્રાફ્ટ મુજબ 10મા, 11 અને 12મા ધોરણના પૂર્વ બોર્ડની પરીક્ષાના પરિણામોને ફાઇનલ રિઝલ્ટનો આધાર બનાવવામાં આવશે. બોર્ડે 31 જુલાઇએ પરિણામ જાહેર કરવાનું કહ્યું હતું. કોર્ટે બોર્ડના ડ્રાફ્ટને પણ મંજૂરી આપી દીધી હતી.


Download Our B K News Today App



Related News