ગાંધીનગરના અખબાર ભવનમાં સેનીટાઈઝર ટનલ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-13 11:51:56
  • Views : 565
  • Modified Date : 2020-05-13 11:51:56

ગાંધીનગરમાં કોરોનાની મહામારી સામે રક્ષણ મેળવવા પત્રકાર મિત્રો તથા મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને શાયોના એન્ટરપ્રાઇઝ કંપની તથા રાધે-રાધે પરિવાર ગ્રુપ દ્વારા અખબાર ભવન ખાતે સેનીટાઈઝર ટનલ સમર્પિત કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના કહેરથી જનતા ત્રાહિમામ
પોકારી ઉઠયા છે. ઠેર ઠેર લોકો પોતાના ધંધા રોજગાર છોડી વતન પરત જઈ રહ્યા છે. ત્યારે દેશની ચોથી જાગીર ગણાતા મીડિયાકર્મીઓ સચોટ અને સાચા સમાચાર સમાજ સુધી
પહોંચાડી જીવના જોખમે કોરોના સામે લડી દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. પરંતુ મીડિયા દ્વારા કોરોના વોરીયર્સ તરીકે કરવામાં આવી રહેલી કામગીરીને ઘણી સંસ્થાઓ દ્વારા કાંઇ મહત્વ આપવામાં આવતું નથી.
મોટા ભાગે પત્રકારનો
ઉપયોગ મોટી નામના મેળવવા જ કરવામાં આવે છે.  ત્યારે આવા કપરા સમયમાં એટલે કે લોકડાઉનમાં પત્રકાર મિત્રોના પરિવારનું ગુજરાન કેવુ ચાલે છે તે કોઈ સંસ્થા દ્વારા પુછવામાં આવતું નથી? એક કડવી હકીકત પણ સત્ય નજર અંદાજ કરી શકાય નહી. જેથી તમામ બાબતોને ધ્યાનમાં લઈ શાયોના એન્ટરપ્રાઇઝ કંપનીના માલિક એવા સુરેન્દ્રસિંહ વાઘેલા અને રાધે-રાધે પરિવાર ગ્રુપ ગાંધીનગરના તન્મય પટેલ અને રાહુલ સુખડીયા દ્વારા સવારે અખબાર ભવન સેક્ટર ૧૧ ખાતે નિઃશુલ્ક સેનીટાઈઝર ટનલ સમર્પિત કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું. આ સાથે રાધે-રાધે
પરિવાર ગ્રુપ ગાંધીનગર દ્વારા કેટલાક મીડિયાકર્મીઓને ભોજન માનવતા દાખવી
પીરસવામાં આવી રહ્યુ છે. અખબાર ભવન ખાતે સેનીટાઈઝર ટનલ મુક્યા બાદ સમગ્ર પત્રકાર મિત્રો તથા મીડિયાકર્મીઓએ શાયોના એન્ટરપ્રાઇઝ કંપની અને રાધે-રાધે પરિવાર ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News