સેન્સેક્સ - નિફટીમાં ફરી નવી ઉંચાઇ: શેરબજારમાં તેજી: રીલાયન્સ નરમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-31 18:50:49
  • Views : 165
  • Modified Date : 2024-08-31 18:50:49

મુંબઇ શેરબજારમાં આજે તેજીનો દોર આગળ ધપ્યો હતો. હેવીવેઇટથી માંડીને રોકડા સુધીના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી ઉછાળો હતો. સેન્સેક્સ તથા નિફટી સતત બીજા દિવસે નવી ઉંચાઇએ પહોંચ્યા હતા.શેરબજારમાં આજે શરૂઆત જ પ્રોત્સાહક ટોને થઇ હતી. અમેરિકાના વિકાસદર-અર્થતંત્રના આંકડા પોઝીટીવ આવ્યાને પગલે વોલસ્ટ્રીટ તથા એશિયન બજારો ઉંચકાયા હતા. સ્થાનિક સ્તરે તેનો પડઘો હતો. ઉપરાંત લોકલ તથા વિદેશી ફંડોની લેવાલીથી તેજીને ટેકો મળ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે  કરેકશનની અટકળો વચ્ચે પણ માર્કેટ સડસડાટ તેજીના માર્ગે દોડી જ રહ્યાનું સૂચક છે.શેરબજારમાં આજે સીપ્લા, બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન્ડ બેંક, કોટક બેંક, મહિન્દ્ર, એનટીપીસી, પાવરગ્રીડ, ટીસીએસ, ટાઇટન ઉંચકાયા હતા. રેણુકા સુગર, બજાજ હિન્દુસ્તાન જેવા સુગર શેરો ઝળક્યા હતા. ટાટા મોટર્સ, રીલાયન્સ, વીપ્રો, ટેક મહિન્દ્ર, ઇન્ફોસીસ જેવા શેરો નબળા હતા. રીલાયન્સમાં બોન્સની વાત છતાં આકર્ષણ રહ્યું ન હતું.મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 249 પોઇન્ટના ઉછાળાથી 82383 હતો તે ઉંચામાં 82637 તથા નીચામાં 82276 હતો. નેશનલ સ્ટોક એસચેંજનો નિફટી 87 પોઇન્ટ ઉંચકાઇને 25239 હતો તે ઉંચામાં 25263 તથા નીચામાં 25199 હતો.

Download Our B K News Today App



Related News