ઓપન બેક ઈયરકપ સાથે સેનહાઈઝર HD 560S હેડફોન લોન્ચ, ભારતમાં તેની કિંમત 18,890 રૂપિયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 16:17:46
  • Views : 582
  • Modified Date : 2020-12-03 16:17:46

    જર્મન કંપની સેનહાઈઝરે ભારતમાં તેના નવા હેડફોન HD 560S લોન્ચ કર્યા છે. આ હેડફોન નેચરલ સાઉન્ડ એક્સપિરિઅન્સ માટે ઓપન બેક ઈયરકપ સાથે આવે છે. કંપનીના જણાવ્યાનુસાર, આ હેડફોનથી એકદમ ક્લિયર સાઉન્ડ ક્વોલિટી મળે છે.સેનહાઈઝર HD 560S વાયર્ડ હેડફોન 6Hzથી 38kHz સુધીની ફ્રિક્વન્સી રિસ્પોન્સ કરી શકે છે. તેનાથી વધારે બેલેન્સ સાઉન્ડ ક્વૉલિટી મળે છે. સેનહાઈઝરનો દાવો છે કે હેડફોન શાનદાર સાઉન્ડસ્ટેજ અને પાવરફુલ બાસ આપે છે.ભારતમાં આ હેડફોનની કિંમત 18,990 રૂપિયા છે. યુઝર્સ તેની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સાથે ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકે છે. હેડફોનમાં ટેલર મોડ છે, જે લિસનર્સને ટ્યુનની ડિટેલ આપે છે.આ હેડફોનની ફ્રિક્વન્સી રિસ્પોન્સ રેન્જ 6Hzથી 38 kHzની છે. તેને ઓપન બેક ડિઝાઈન આપવામાં આવી છે, જેથી નેચરલ સાઉન્ડ વેવ્સ મળે. આ હેડફોન સાથે 3 મીટર ડિટેચેબલ કેબલ મળે છે. તેમાં 6.3mm જેક અને 3.5mm અડોપ્ટર સાથે 15cm ફ્લેક્સિબલ લીડ આપવામાં આવી છે. હેડફોનનું વજન 240 ગ્રામ છે.


Download Our B K News Today App



Related News