ડીસામાં લોકડાઉનમાં સેનીટાઈઝેશન અને પોઝિટિવ કેસ વધ્યા તો સેનીટાઈઝેશન બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:04:29
  • Views : 650
  • Modified Date : 2020-07-09 11:04:29

બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. અનલોકની છુટને લઈને કોરોના અંગેની સરકારની ગાઇડ લાઇનનો પણ ક્યાંક- ક્યાંક ભંગ થઇ રહ્યો છે. ડીસા શહેરમાં  ભણસાલી
હોÂસ્પટલ કોવીડ-૧૯ શરૂ કરાઈ છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરાય છે.
પરંતુ શહેરમાં સેનીટાઈઝેશન  માત્ર કન્ટેન્ટમેન્ટ એરિયામાં જ કરાઇ રહ્યું છે. ત્યારે નવાઇની વાત એ છે કે, જ્યારે લોકડાઉનના સમયમાં કોરોના
પોઝિટિવ કેસ ઓછા હતા. ત્યારે શહેરમાં સેનેટાઇઝેશન કરાયું હતું. હવે જ્યારે સંક્રમણ વધતાં દર્દીઓની સંખ્યા જોતા તંત્રને કોઈ ચિંતા નથી. અને
પાલિકામાં આવેલું સેનેટાઈઝર મશીનનો  ઉપયોગ મર્યાદિત કરી દેવાયો છે. આવું કેમ ? દર્દીઓ વધતા હોય તો સેનીટાઇઝેશન વધારે કરવું જોઈએ, તેના બદલે બંધ જ કરી દેવાયું છે. આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જે કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો ત્યાં જ સેનીટાઈઝ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News