બનાસડેરી દ્વારા બનાસકાંઠાના તમામ ગામડાઓ સેનીટાઇઝર કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 12:14:49
  • Views : 652
  • Modified Date : 2020-04-23 12:14:49

એશિયાની સૌથી મોટી બનાસડેરી કોરોના મહામારી વચ્ચે પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે. બનાસડેરીએ બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથધરી છે. બનાસડેરીના
પશુપાલકો અને બનાસવાસીઓમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે ગામડામાં જાહેર સ્થળો, મકાનનો તેમજ જે આવશ્યક સેવાની દુકાનો છે, તે તમામને બનાસડેરીના કર્મચારીઓ સેનીટાઈઝ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં વૈશ્વિક કોરોના મહામારી છે, ત્યારે એશિયાની સૌથી મોટી ડેરી સામાજિક જવાબદારી નિભાવવાની કામગીરી હાથ ધરી છે. બનાસડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધી ૧૨૫ થી વધુ ગામોને સેનીટાઈઝ કરવામાં આવ્યા છે. ન માત્ર દૂધ મંડળી પરંતુ ગામના તમામ રસ્તાઓ, મકાનો તેમજ આવશ્યક ચીજવસ્તુઓ માટે લોકોની અવરજવર થતી દુકાનો
પર બનાસડેરીની સેનીટાઈઝર ટીમ કામગીરી કરે છે.
બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા નિયામક મંડળી કોરોના મહામારી વચ્ચે તમામ ગામો સેનીટાઈઝ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. જિલ્લાના ૧૫૦૦ જેટલા ગામોને સેનીટાઈઝ કરવા માટે બનાસડેરી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે ટીમો ગામડાઓમાં જઈ ગામડાઓને સેનીટાઈઝ કરી રહી છે. એક ટકો સોડિયમ
હાઇપોક્લોરાઈડનું પાણી સાથે દ્રાવણ બનાવી તેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બનાસડેરીની આ કામગીરીને સ્થાનિક લોકો પણ વખાણી રહ્યા છે. મહામારીના સમયે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી બનાસ ડેરી સંકટના સમયે સેવા કરી રહી છે.

Download Our B K News Today App



Related News