બનાસકાંઠાના સરકારી સિનિયર તબીબોએ વિવિધ માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-08 11:20:42
  • Views : 249
  • Modified Date : 2021-05-08 11:20:42

      બનાસકાંઠામાં પણ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનીયર તબીબોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી જેમાં જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર અને મેડિકલ ઓફિસર વચ્ચે નો ભેદભાવ દૂર કરી સમાન પગાર આપવા માટેની માંગ કરાઇ છે આ સિવાય કેન્દ્રના ધોરણે એનપીએ આપવા અને સેલેરી ઉપરાંત ઇનસેન્ટિવ ની જોગવાઈ કરવાની પણ માંગ કરવામાં આવી છે સરકારી મેડિકલ ઓફિસરો ની માંગ છે કે દર ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં ૪૦ ટકાનો વધારો થવો જાેઈએ, ૬૦ હજારની જગ્યાએ લીગલ ૮૪ હજાર મળવા જોઈએ અને જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે તો આગામી સમયમાં તમામ તબીબો એકસાથે રાજીનામા આપી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

     જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને લઇ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલી સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે સતત વધતા જતા કોરોનાવાયરસ ના કેસ ના કારણે હાલમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને સરકારી હોસ્પિટલનો સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાતદિવસ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા અને પાલનપુરમાં કોરોના દર્દીઓ ના કેસ સામે આવ્યા છે ત્યારે આવા સમયે ડીસા અને પાલનપુર માં આવેલી સરકારી કોરોના દર્દીઓ થી જે પ્રમાણે ઉભરાઇ રહી છે તેને લઇ હાલમાં ૫૦૦થી પણ વધુ ડોકટરો અને સિવિલ સ્ટાફ હોસ્પિટલોમાં રાત દિવસ રહી કોરોના દર્દીઓ ને સાજા કરવા માટે સેવા આપી રહ્યા છે તેમને નથી તો તેમના પરિવાર જોડે મળવાનો સમય કે નથી તો કોવિડ હોસ્પિટલ થી બહાર નીકળવાનો સમય. હાલમાં તમામ ડોક્ટરો અને સ્ટાફ સરકારી હોસ્પિટલમાં જે પ્રમાણે કામ કરી રહ્યા છે તે પ્રમાણે તમામ લોકોને કોરોના વોરિયર્સ કહી શકાય.

 

Download Our B K News Today App



Related News