કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી બૂટા સિંહનું 86 વર્ષની વયે નિધન,PM મોદી અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 11:46:13
  • Views : 236
  • Modified Date : 2021-01-02 11:46:13

    પૂર્વ ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ દલિત નેતા બૂટા સિંહ(86)નું શનિવારે લાંબી બિમારી પછી નિધન થયું છે. નેહરુ-ગાંધી પરિવારના વિશ્વાસું રહી ચૂકેલા બૂટાએ ગૃહ, કૃષિ, રેલવે, સ્પોર્ટ્સમંત્રી અને અન્ય કાર્યભાર ઉપરાંત બિહારના રાજ્યપાલ અને રાષ્ટ્રીય અનૂસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ વિભાગોનો કાર્યભાર સંભાળ્યો. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે.1977માં જનતા પાર્ટીની લહેરના કારણે કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી. ત્યારપછી પાર્ટી વિભાજીત પણ થઈ ગઈ હતી. ત્યારે બૂટા સિંહે ઈન્દીરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસના એકમાત્ર રાષ્ટ્રીય મહાસચિવના રૂપમાં તનતોડ મહેનત પછી પાર્ટીને 1980માં ફરી સત્તામાં લાવવા માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી.બૂટાના પરિવારમાં પત્ની, બે દીકરા અને દીકરી છે. 21 માર્ચ, 1934ના રોજ પંજાબના જાલંધરના મુસ્તફાપુર ગામમાં જન્મેલા બૂટા 8 વખત લોકસભા માટે ચૂંટાયા.

    સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાને લખ્યું કે, બૂટા સિંહજી એક અનુભવી પ્રશાસક હતા. ગરીબોના કલ્યાણ માટે તેમણે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો હતો. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકો સાથે મારી સંવેદનાઓ છે.

Download Our B K News Today App



Related News