વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-07 18:05:29
  • Views : 41
  • Modified Date : 2025-04-07 18:05:29

વડોદરા શહેરના કલાલી બ્રિજ પર આજે સવારે વધુ એક ગમખ્વારા અકસ્માત થયો હતો જેમાં ડમ્પર ચાલાકે મોપેડ પર જતા સિનિયર સિટીઝનને કચડી નાખતા સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અટલાદરા પોલીસે સ્થળ પર જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાંદલજામાં રહેતા 60 વર્ષના રફિકભાઈ મુનીરભાઈ પઠાણ આજે સવારે મોપેડ લઈને જીઆઇડીસી તરફ જતા હતા તે દરમિયાન એક બેકાબૂ ડમ્પર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાયા હતા અને ડમ્પરના પૈડા નીચે આવી જતાં ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર છોડીને ભાગી ગયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. રફિકભાઈનો મોબાઇલ પણ તૂટી ગયો હતો. ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક વકીલે તેમના મોબાઇલમાંથી તેમના પુત્રનો નંબર કાઢી સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. તદુપરાંત અટલાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

Download Our B K News Today App



Related News