ડીસા નગરપાલિકાએ વસાવ્યું ૫ લાખનું સેનીટાઇઝર પ્રેશર મશીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-13 11:46:03
  • Views : 420
  • Modified Date : 2020-04-13 11:46:03

કોરોના નામની  વિશ્વવ્યાપી આ બીમારીને ડામવા માટે દરેક રાજ્યમાં અલગ અલગ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકાએ પણ આ બીમારી સામે લડવા સેનીટાઈઝર પ્રેશર મશીન વસાવ્યું છે.
ડીસા નગરપાલિકા ગુજરાતની પ્રથમ એવી
નગરપાલિકા બની છે જેને આ સેનીટાઇઝર પ્રેશર મશીન લાવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે આ ૬૦ ફૂટ જેટલો એરિયા કવર કરે છે અને ૨૦ ૨૦ મીટર સુધીની લંબાઈ સુધીના અંતરને આ મશીન સેનીટાઇઝ કરી શકશે. તેમજ મશીન કદમાં નાનું હોવાથી ડીસાની નાનામાં નાની ગલીમાં જઇને તેને સેનીટાઇઝ કરી શકશે. આ ઉપરાંત આ મશીન ફાયર ફાઈટરનું પણ કામ કરે છે. આ મશીન ૩ કિલોમીટર સુધી પ્રેશર સાથે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી શકે છે. એટલે આ મશીનનો ફાયર ફાઈટર તરીકે ઉપયોગ થઈ શકશે. આ મશીન ૫ લાખની કિંમતમાં ડીસા નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ  ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, નગરપાલિકા ચીફ આફિસર ગઢવી,
નગરપાલિકા પ્રમુખ કાંતિલાલ સોની દ્વારા નગરપાલિકના કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News